ઉત્તર ગુજરાતગુજરાત

ફ્રાન્સનાં કૃષિ પ્રતિનિધી તિમોથી ડુફર પાટણની મુલાકાતે, પાટણમાં ચાલતી કૃષિ પદ્ધતિથી થયાં પ્રભાવિત

આજ રોજ ફ્રાન્સ દેશના કૃષિ પ્રતિનિધી તિમોથી ડુફર (TIMOTHE DUFOUR) પાટણ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તેઓની સાથે ક્લેકટર અરવિંદ વિજયને અનાવાડા, સમાલપાટી ગામના પ્રગતિશીલ ખેડુતોની મુલાકાત લીધી હતી. ખેડુતોની મુલાકાત લઇને તેમજ પાટણમાં કૃષિનું કામ જોઈને વિદેશી મહેમાન ખુશખુશાલ થઈ ગયા હતાં. જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને જોઈ ફ્રાન્સના પ્રતિનિધિ તિમોથી ડુફરે ખુશી વ્યકત કરી હતી

ફ્રાન્સના પ્રતિનિધિએ  કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી

ફ્રાન્સના પ્રતિનિધિ તિમોથી ડુફરએ સિધ્ધપુર તાલુકાના સમોડા ખાતે આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી હતી. જયાં તેઓને વિવિધ ખેતીલક્ષી પ્રવૃતિઓની જાણકારીથી અવગત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ખેડુતોની સુખાકારી (Welfare) માટે સરકાર ધ્વારા અમલમાં હોય તેવી યોજનાઓની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

પાટણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-humdekhengenews

કૃષિ વિભાગના અધિકારીઓ પાસેથી વિવિધ માહિતી મેળવી 

પાટણ જિલ્લામાં થતા વિવિધ પાકોની માહિતી, બીજામૃત. જિવામૃત, ધનજીવામૃત, જંતુનાશક અસ્ત્રોની બનાવવાની અને વાપરવાની પધ્ધતિઓ ,ખેડુતોની રહેઠાણ વ્યવસ્થા, ખેતી કામમાં સંકળાયેલ ખેડૂત કુંટુબો/વ્યક્તિઓ ની સંખ્યા, ખેડૂતોની જમીન ધારકતા, જૂદી જૂદી વૈજ્ઞાનિક તજજ્ઞતા, પાક ઉત્પાદકતા, વેચાણ વ્યવસ્થા, જળવાયુ પરિવર્તનની અસરો, કુદરતી આપત્તિઓ દરમ્યાન પાક નુકશાન વળતર, પશુઓ ધ્વારા થતા પાકનુકશાન, FPO ની કાર્ય પધ્ધતિ, APMCની વ્યવસ્થાઓ, પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ, ખેડૂતોની સહાય અંગેની અરજી કરવાની Ikhedut Portal ની વ્યવસ્થા વગેરે બાબતોની સધન જાણકારી કૃષિ વિભાગના અધિકારીઓ પાસેથી ફ્રાન્સનાં કૃષિ પ્રતિનિધિએ મેળવી હતી.

પાટણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-humdekhengenews

આ પણ વાંચો : ઇકો સિસ્ટમને સંતુલિત કરતી વન વિભાગની વધુ એક અનોખી પહેલ, ડાંગના જંગલોમાંથી લુપ્ત થયેલા હરણનો વર્ષો બાદ પુન: વન પ્રવેશ

તિમોથી ડુફરે શું કહ્યું ? 

આ પ્રસંગે તિમોથી ડુફરે જણાવ્યુ હતુ કે કૃષિ અને ખેડૂત કલ્યાણ માટેની આ બાબતોથી ફ્રાન્સના કૃષિ મંત્રીને વાકેફ કરવામાં આવશે અને આ મોડલનો અમલ થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. તેમજ ફ્રાન્સના કૃષિ મંત્રાલયમાં “ખેડૂત કલ્યાણ” શબ્દનો ઉમેરો કરવા તેઓ ફ્રાન્સના કૃષિ મંત્રીને ભલામણ કરશે. અહી આવીને મે જોયું કે રાજય અને ભારત સરકારની ખેડુતોને લગતી તમામ યોજનાઓ સ્થાનિક ખેડુતો માટે ખૂબ ઉપયોગી છે.કૃષિ પ્રતિનિધિએ KVKની મુલાકાત લઇને પણ ખુશી વ્યકત કરી હતી અને જણાવ્યું હતુ કે, આ સંસ્થા ખરેખર ખેડુતો માટે ખૂબ જ મદદરૂપ છે.

પાટણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-humdekhengenews

 આ અધિકારીઓ પણ  રહ્યા ઉપસ્થિત

આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી મહેશ પ્રજાપતિ, નાયબ ખેતી નિયામક(તાલીમ) દિનેશ મેણાત, નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) એ.આર.ગામી, નાયબ બાગાયત નિયામક મુકેશ ગાલવાડિયા તેમજ કૃષિ,બાગાયત વિભાગના મદદનીશ બાગાયત નિયામક નરેન્દ્ર પટેલ, વિસ્તરણ અધિકારી, NFSM બિપીન વાઘેલા હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : ગુજરાતી ફિલ્મ 3 એક્કાના પ્રમોશનમાં મોટો વિવાદ, પ્રમોટરો બુટ-ચંપલ પહેરીને શિવજી મંદિરમાં પ્રવેશતા હિન્દૂ સંગઠનોમાં રોષ

Back to top button