- 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે
- ઉત્તરાયણ પર્વની સાથે જ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો
- અમદાવાદમાં આજે ઠંડીનો ચમકારો જોવા મળ્યો
ગુજરાતમાં ગાત્રો થીજાવતી ઠંડી પડી રહી છે. જેમાં અમદાવાદ પાસેનું શહેર સૌથી ઠંડુ રહ્યું છે. તેમાં ગાંધીનગરમાં 8.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે તે સૌથી ઓછુ તાપમાન છે. રાજ્યમાં તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડ્યો છે. તેમાં નલિયામાં 9.8 ડિગ્રી, ડીસામાં 10.2 ડિગ્રી તાપમાન છે.
ઉત્તરાયણ પર્વની સાથે જ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો
રાજ્યમાં ઉત્તરાયણ પર્વની સાથે જ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો હોય તેમ રાજ્યના 12 શહેરોમાં ઠંડી વધી છે. આ 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે. હવામાન ખાતાએ પણ આગામી 7 દિવસ સુધી લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં આવે તેમ આગાહીમાં જણાવ્યું છે. હવામાન ખાતાની આગાહી મુજબ ઉત્તર દિશાનો પવન ફૂંકાશે. અમદાવાદમાં આકાશ ચોખ્ખું રહેશે. લઘુતમ તાપમાન 12 ડિગ્રી રહેશે. અમદાવાદમાં આજે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.
12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે
શહેરમાં 11 ડિગ્રી ઠંડીના કારણે વાસી ઉત્તરાયણ ઉજવવા ઈચ્છુકોએ ગરમ કપડાં પહેરીને પતંગ ચગાવવી પડી હતી. પાટનગર ગાંધીનગરમાં 8.4 ડિગ્રી ઠંડીથી લોકો ધ્રુજી ઉઠયા હતા. કેશોદમાં 12.8 ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 17.8 ડિગ્રી, વડોદરામાં 12.0 ડિગ્રી, સુરતમાં 15.8 ડિગ્રી તાપમાન તથા મહુવામાં 13.5 ડિગ્રી, કંડલામાં 12.3 ડિગ્રી તાપમાન છે. તેમજ રાજકોટમાં 12.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 13.2 ડિગ્રી, પોરબંદર 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં 7 દિવસ સુધી મોટો ફેરફાર થશે નહિ. ત્યારે રાજ્યમાં ઉત્તરાયણ પર્વની સાથે જ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે. 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે.