ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસયુટિલીટી

સોનાના અલગ અલગ ભાવોની ચિંતામાંથી મુક્તિ? જાણો વન નેશન, વન રેટ વિશે

Text To Speech

નવી દિલ્હી, 15 જુલાઈ, 2024: દેશના નાગરિકોને, ખાસ કરીને મહિલાઓને સોનાની ખરીદીમાં હવે રાહત મળશે કેમ કે સરકારે આખા દેશમાં સોનાના એક જ સરખા ભાવ નિર્ધારિત કરવાનું નક્કી કર્યું છે.

દેશના અલગ અલગ શહેરોમાં સોના – ચાંદીના ભાવ અલગ અલગ હોય છે, તેને કારણે આ કિમતી ધાતુઓના સાચા ભાવ વિશે હંમેશાં દુવિધા રહ્યા કરે છે. પરંતુ હવે Gold Price Policy અંતર્ગત One Nation, One Rate અર્થાત આખા દેશમાં સોનાના ભાવો એક સરખા રહેશે.

સામાન્ય રીતે આ કિમતી ધાતુઓના ભાવ વિવિધ શહેરોમાં અલગ અલગ હોવાનું કારણ જે તે રાજ્યમાં ટેક્સના દરોનો તફાવત હોય છે. જોકે એ સિવાય પણ અન્ય કેટલીક બાબતો ભાવ-નિર્ધારણ કરતી હોય છે. પરંતુ હવે સરકારે એક દેશ, એક ભાવ નીતિ લાગુ કરવા તૈયાર છે, જેને પગલે દેશના કોઈપણ શહેરમાંથી સોનાની ખરીદી એક સરખા ભાવે થઈ શકશે. ભાવ તફાવતને કારણે તેની ખરીદી માટે બીજા શહેર કે બીજા રાજ્યમાં નજર દોડાવવાની જરૂર નહીં પડે.

એક દેશ, એક ભાવ નીતિ ભારત સરકારની યોજના છે. સરકારનો આશય એ છે કે આખા દેશમાં સોનાની કિમત એક સમાન હોય. આ યોજનાના અમલ માટે સરકાર રાષ્ટ્રીય સ્તરે એક બુલિયન એક્સચેન્જ બનાવશે. આ રાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ સોનાના ભાવ નક્કી કરશે. ઉદાહરણ તરીકે જે રીતે, શેર બજારમાં કોઈ કંપનીના શેરના ભાવ આખા દેશમાં એક સમાન હોય છે જે ભાવ મુંબઈ શેર બજાર અથવા નેશનલ સ્ટૉક એક્સચેન્જમાં લિસ્ટેડ હોય છે.

હાલ સોના-ચાંદીનું ખરીદ – વેચાણ MCX દ્વારા થાય છે, પરંતુ હવે સરાફા બજાર માટે પણ એક અલગ એક્સચેન્જ શરૂ થશે. વાસ્તવમાં આવું એક્સચેન્જ હોવું જોઈએ તેવી માગણી ઘણાં વર્ષથી થઈ રહી છે. આ નવી નીતિ લાગુ થવાથી રાષ્ટ્રીય સ્તરે બુલિયન એક્સચેન્જ જ સોનાના ભાવ નક્કી કરશે અને આખા દેશના સોનીઓએ એક્સચેન્જ દ્વારા નક્કી થાય એ કિમતે જ સોનું વેચવું પડશે.

હાલ સોનાના ભાવ શરાફા બજારના એસોસિએશન દ્વારા નિર્ધારિત થાય છે. આવાં એસોસિએશન પ્રત્યેક શહેરમાં અલગ અલગ અલગ હોય છે. સામાન્ય રીતે દરેક શરાફા બજાર પોતપોતાના શહેરમાં સોનાના ભાવ સાંજે જાહેર કરતા હોય છે. પેટ્રોલ-ડીઝલની જેમ સોના-ચાંદીના ભાવ પણ દરરોજ નિર્ધારિત થાય છે. આ કિમતી ધાતુઓના ભાવ ઉપર પણ વૈશ્વિક સેન્ટિમેન્ટની અસર થતી હોય છે. એ જ રીતે આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવોમાં જે વધઘટ થાય તેની અસર પણ ભારતના બુલિયન બજારમાં થતી હોય છે.

જોકે હવે આ નીતિ લાગુ થવાથી સોના-ચાંદી ઉદ્યોગમાં પારદર્શિતા વધશે જેનો સીધો લાભ સામાન્ય નાગરિકોને થશે. ઉપરાંત ભાવોમાં જે ફેરફાર છે તે અનિશ્ચિતતા દૂર થવાથી શક્ય છે સોનાના ભાવમાં પણ ઘટાડો થઈ શકે.

આ પણ વાંચોઃ બનાસકાંઠા : ડીસામાં બગીચામાં નમાજ પઢતો વિડીયો વાયરલ થતા ચકચાર

Back to top button