અમદાવાદગુજરાતટ્રેન્ડિંગનેશનલવિશેષ

સ્વતંત્રતા સેનાની અને સાહિત્યકાર કનૈયાલાલ મુનશીની આજે જન્મજયંતી

  • ગુજરાતના ભરૂચમાં ૩૦ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ કનૈયાલાલ મુનશીનો થયો હતો જન્મ
  • કનૈયાલાલ મુનશીએ ભારતના પ્રથમ કૃષિ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો 

અમદાવાદ, 30 ડિસેમ્બર : સ્વતંત્રતા સેનાની, ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને બંધારણ સભાના સદસ્ય કનૈયાલાલ માણેકલાલ મુનશી ઉર્ફે ક.મા.મુંશીની આજે જન્મજયંતી રહેલી છે. કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ ૩૦ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ ગુજરાતના ભરૂચમાં થયો હતો. જ્યારે તેમનું અવસાન ૮ ફેબ્રુઆરી ૧૯૭૧ના રોજ ૮૩ વર્ષની ઉમરે મુંબઈમાં થયું હતું. કનૈયાલાલ મુનશીએ ભારતના પ્રથમ કૃષિ મંત્રી રહ્યા હતા અને ઉત્તર પ્રદેશના ગવર્નર તરીકેની કામગીરી કરી હતી. ૧૯૩૮માં ભારતીય વિદ્યાભવનનો પ્રારંભ કરાવ્યો અને ૧૯૪૮માં તેમણે સોમનાથ મંદિરના જીર્ણોધારમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેમણે હૈદરાબાદના ભારતમાં વિલિનીકરણના કાર્યમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

૧૯૫૦માં વન મહોત્સવની શરૂઆત કરાવનાર કનૈયાલાલ મુનશી હતા અને ૧૯૬૦માં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધા બાદ તેમણે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનામાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. કનૈયાલાલ મુનશીએ ગાંધીજીના યંગ ઇન્ડિયા પત્રિકાના સહ-સંપાદક પણ રહ્યા હતા અને ૧૯૬૨માં ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણમાં અગત્યની ભૂમિકા ભજવી હતી.

કનૈયાલાલ મુનસીનો શું છે ઇતિહાસ ?

કનૈયાલાલ મુનશીનો જન્મ ૩૦ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ ભરૂચમાં માણેકલાલ અને તાપીબાને ઘરે થયો હતો. તેમનો શાળાકીય અભ્યાસ આર. એસ. દલાલ હાઇસ્કૂલમાં થયો હતો. ૧૯૦૧માં તેમણે મૅટ્રિકની પરિક્ષા પાસ કરીને ૧૯૦૨માં વડોદરા કૉલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. વડોદરામાં કનૈયાલાલ મુનશી પર તેમના શિક્ષક અરવિંદ ઘોષનો ઊંડો પ્રભાવ પડ્યો હતો. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને ભુલાભાઈ દેસાઇ પણ તેમના આદર્શ હતા. કનૈયાલાલ મુનશીએ ૧૯૦૫માં પ્રથમ વર્ગ સાથે અંબાલાલ સાકરલાલ પારિતોષિક જીતીને ઇન્ટરની પરીક્ષા પસાર કરી અને ૧૯૦૭માં એલિયટ પ્રાઈઝ સાથે બી.એ.ની પદવી મેળવી હતી. ૧૯૧૦માં એલ.એલ.બી.ની પરિક્ષા ઉત્તિર્ણ કરી અને ૧૯૧૩માં મુંબઈ હાઇકોર્ટમાં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો. ૧૯૦૦માં નાની ઉંમરે કનૈયાલાલ મુનશીના લગ્ન અતિલક્ષ્મી સાથે થયા હતા પરંતુ ૧૯૨૪માં તેમની પત્ની અતિલક્ષ્મીનું અવસાન થયું. જેથી તેમણે ૧૯૨૬માં લીલાવતી શેઠ સાથે ફરી એકવાર લગ્ન કર્યા હતા. લીલાવતી મુનશી પણ જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા.

કનૈયાલાલ મુનશીએ વ્યવસાયે વકીલ હતા અને પછીથી લેખન અને રાજકારણ તરફ વળ્યા હતા. ગુજરાતી સાહિત્યમાં તેઓ અત્યંત જાણીતા હતા. જેમણે ૧૯૩૮માં શિક્ષણ સંસ્થા ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી હતી. મુનશીએ ગુજરાતી ઉપરાંત હિંદી અને અંગ્રેજીમાં પણ લેખન કર્યું છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ સાથે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા હતા, તેઓ બંધારણ સભાના સભ્ય રહ્યા અને આઝાદ ભારતના સૌપ્રથમ કૃષિપ્રધાન બન્યા હતા. ઉત્તર પ્રદેશના બીજા રાજ્યપાલ તરીકેની ફરજ બજાવ્યા બાદ કનૈયાલાલ મુનશીએ નહેરૂ સાથે મતભેદના લીધે સ્વતંત્ર પક્ષમાં જોડાયા હતા. ૧૯૬૦માં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધા બાદ પાછળથી તેમણે વિશ્વ હિંદુ પરિષદની સ્થાપનામાં અગ્રિમ ફાળો અર્પણ કર્યો હતો.

કનૈયાલાલ મુનસી દ્વારા સાહિત્યનું સર્જન અને રાજકારણમાં પ્રવેશ

કનૈયાલાલ મુનસીએ સાહિત્યની સેવાના પ્રારંભ રૂપે ૧૯૧૨માં ભાર્ગવ અને ૧૯૨૨માં ગુજરાત માસિકની શરૂઆત કરી હતી. ૧૯૨૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણમાં મુનસીએ અગત્યનો ભાગ ભજવ્યો હતો. કનૈયાલાલ મુનસીએ ૧૯૩૮માં ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી અને ૧૯૩૭, ૧૯૪૯, ૧૯૫૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. ૧૯૫૯માં તેમણે સમર્પણ માસિકનો પ્રારંભ કર્યો.

કનૈયાલાલ મુનશીએ ૧૯૧૫-૨૦ દરમિયાન હોમરુલ લીગના મંત્રી રહ્યા હતા. તેમની રાજકીય કારકિર્દી દરમિયાન તેઓ ૧૯૨૫માં મુંબઈ ધારાસભામાં ચૂંટાયા. ત્યારબાદ ૧૯૩૦માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને ૧૯૩૦-૩૨ દરમિયાન સ્વતંત્રતાની ચળવળમાં જેલવાસ ભોગવ્યો. ૧૯૩૭-૩૯ દરમિયાન મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન બન્યા હતા. જ્યારે ૧૯૪૮માં તેમણે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર અને પછી હૈદરાબાદના ભારતમાં વિલિનીકરણમાં અગત્યની ભૂમિકા ભજવી હતી.૧૯૪૮માં તેઓ રાષ્ટ્રની બંધારણ સભાના સભ્ય બન્યા અને તે બાદ કેન્દ્રીય પ્રધાનમંડળમાં કૃષિપ્રધાન બન્યા હતા. ૧૯૫૨ની ચૂંટણી પછી ૧૯૫૨થી ૧૯૫૭ દરમિયાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલના હોદ્દા પર બિરાજમાન થયાં હતા. ૧૯૫૮-૫૯ દરમિયાન કોંગ્રેસ પક્ષ સાથે મતભેદો થતા તેમણે પક્ષમાંથી રાજીનામું આપ્યું અને ૧૯૫૯માં તેઓ સ્વતંત્ર પક્ષમાં જોડાયા અને ત્યારબાદ ૧૯૬૦માં તેમણે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લીધી.

આ પણ જુઓ :વિદાય 2023: 70 વર્ષમાં માઉન્ટ એવરેસ્ટ પર આટલા ભારતીયોએ લહેરાવ્યો ત્રિરંગો

Back to top button