ગુજરાત

આયુષ્યમાન ભારત- PMJAY યોજના કાર્ડથી રાજ્યમાં સારવારનો આંકડો જાણી રહેશો દંગ

આયુષ્યમાન ભારત- PMJAY યોજનામાં એક જ વર્ષમાં ગુજરાતમાં 4 ગણા દર્દીઓ વધ્યા છે. જેમાં 20 જિલ્લામાં પાત્રતા કરતા પણ ઓછા નાગરિકો પાસે મફત સારવારનું કાર્ડ છે. કોરોનામાં 1.29 લાખ દર્દીઓએ સારવાર મેળવી, વર્ષ 2021-22માં દર્દીઓ 5.57 લાખને પાર ગયા છે. સૌરાષ્ટ્રના આઠ સહિત રાજ્યના 13 જિલ્લામાં પાત્રતા કરતા પણ વધારે આયુષ્યમાન કાર્ડ નિકળ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ: AMC આકરા પાણીએ, ટેક્સ નહીં ભરનારના પાણી-ગટર-વીજળી જોડાણ કાપશે

દર્દીઓની સંખ્યા વધીને ચાર ગણી થઈ ગઈ

કોવિડ-19ની મહામારી બાદ ગુજરાતમાં આયુષ્યમાન ભારત- PMJAY હેઠળ સારવાર મેળવનારા દર્દીઓની સંખ્યા વધીને ચાર ગણી થઈ ગઈ છે. પરંતુ, સિક્કાની બીજી બાજુ એવી છે કે રાજ્યના 33 જિલ્લામાંથી 20 જિલ્લામાં આ યોજના હેઠળ વાર્ષિક રૂપિયા પાંચ લાખની નિશુલ્ક સારવાર માટેની પાત્રતા હોવા છતાંયે ઓછા નાગરીકોનું રજિસ્ટ્રેશન થયુ છે.

આ પણ વાંચો: પેપર લીક કરનારાની થોડા રૂપિયાની લાલચે આશાસ્પદ યુવતીનું મોત થયુ 

એક કરોડ 70 લાખ 30 હજાર 646 નાગરિકો પાસે જ આયુષ્યમાન કાર્ડ

ભારત સરકારે પ્રસિદ્ધ કરેલા એક અહેવાલ અનુસાર વર્ષ 2011ના સોસિયો ઈકોનોમિક એન્ડ કાસ્ટ સેન્સેસ- SECC મુજબ ગુજરાતમાં આયુષ્યમાન ભારત- PMJAY હેઠળ લાભને પાત્ર ઠરતા હોય તેવા નાગરીકોની સંખ્યા બે કરોડ સાત લાખ 87 હજાર 88 થવા જાય છે. પરંતુ, તેમાંથી માત્ર એક કરોડ 70 લાખ 30 હજાર 646 નાગરિકો પાસે જ આયુષ્યમાન કાર્ડ છે. આમ, 37,56,442 નાગરીકો પાસે આ કાર્ડ પહોંચ્યુ નથી ! તેમાં અમદાવાદ, સુરત, દાહોદ, બનાસકાંઠા, ખેડા, કચ્છ, મહેસાણા, પંચમહાલ જેવા જિલ્લા કે જ્યાં સૌથી વધુ વસ્તીની ગીચતા છે તેવા 20 જિલ્લાઓમાં જ આ કાર્ડ પાત્રતા ધરાવતા નાગરિકો સુધી આ કાર્ડ પહોંચ્યુ નથી.

આ પણ વાંચો: ગુજરાતમાં લોકઅદાલતની સરાહનીય કામગારી, એક દિવસમાં 3,58,951 કેસનો નિકાલ કર્યો 

13 જિલ્લાઓમાં પાત્રતા ધરાવતા નાગરિકોથી પણ વધુ કાર્ડ ઈસ્યુ થયા

રાજકોટ, જૂનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ભરૂચ, નવસારી જેવા 13 જિલ્લાઓમાં પાત્રતા ધરાવતા નાગરિકોથી પણ વધુ કાર્ડ ઈસ્યુ થયા છે. આ 13 પૈકી સૌરાષ્ટ્રના 10માંથી 8 જિલ્લા છે. જ્યારે ગાંધીનગર સમેત ઉત્તર ગુજરાતના બે અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં પણ સ્થાનિક નાગરીકો, વહિવટી તંત્રની જાગૃતિને પરીણામે વર્ષ 2011ની પાત્રતા કરતા વર્તમાન પાત્રતાને આધારે કાર્ડ ઈસ્યુ થાય છે. આથી, જ્યાં આધુનિક આરોગ્ય સેવાઓનું પ્રમાણ ઓછુ છે અને તેમાંય આયુષ્યમાન ભારત હેઠળ એમ્પેલ્ડ થયેલી હોસ્પિટલો જુજ છે ત્યાં યોજના હેઠળ કાર્ડનું પ્રમાણ વધતા નાગરિકોને અમદાવાદ સહિત મોટા શહેરોમાં લાભ મેળવવા આવવુ પડી રહ્યુ છે.

આ પણ વાંચો: ગુજરાતનાં આ ચાર શહેરોની હવા વધુ પ્રદૂષિત બની

વર્ષ 2019-20માં ઉક્ત યોજના હેઠળ 1,29,490 દર્દીઓએ સારવાર મેળવી

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ વર્ષ 2019-20માં ઉક્ત યોજના હેઠળ 1,29,490 દર્દીઓએ સારવાર મેળવી. જેના પેટે સરકારે રૂપિયા 244 કરોડ 70 લાખનો ખર્ચ કર્યો હતો જે વર્ષ 20-21માં વધીને 2,90,034 દર્દીઓ અને ખર્ચ રૂપિયા 620 કરોડને પાર થયો અને છેલ્લે 2021-22માં દર્દીઓનું પ્રમાણ વધીને 5,57,369 થતા ખર્ચની રકમ રૂપિયા 1,568 કરોડ 38 લાખને પાર થઈ છે.

Back to top button