ફ્રીમાં લંચ આપવાથી ટ્વિટરનું દેવાળું ફુંકાયું, જાણો શું છે સત્ય
એલન મસ્ક અને ટ્વિટર સતત ચર્ચામાં છવાયેલા રહે છે. એલન મસ્ક ટ્વિટર ટ્વિટર અને મેટા બાદ હવે એમેઝોનમાં છટણીની તૈયારી..! નવી ભરતી પર રોકપર અનેક ફેરફારો પણ કરતા રહે છે. તાજેતરમાં તેઓ હજારો કર્મચારીઓની છટણી કરવાને લઇને ચર્ચામાં રહ્યા હતા. હવે એવું કહેવાય છે કે ટ્વિટરની ઓફિસમાં આપવામાં આવતા લંચના પૈસા કર્મચારીઓને આપવા પડશે.
આ પણ વાંચો : Whatsapp નાં નવા કોમ્યુનિટી ફિચરમાં કેવી રીતે બનાવશો તમારી કોમ્યુનિટી ? : આ રહી રીત
ઉલ્લેખનીય છે કે એલન મસ્કે અગાઉ દાવો કર્યો હતો કે ટ્વિટરના કર્મચારીઓને ફ્રીમાં લંચ આપવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે છેલ્લા 12 મહિનામાં દરેક લંચની કિંમત લગભગ 400 ડોલર એટલે કે 32000 રૂપિયા કંપનીને ચુકવવી પડી છે. જોકે હવે ટ્વિટરની પુર્વ કર્મચારીએ એલન મસ્કની આ વાતને ખોટી અને મસ્કને જુઠ્ઠો ગણાવ્યો છે.
પૂર્વ કર્મચારીએ શું કહ્યુ?
ટ્વિટરની પૂર્વ કર્મચારીએ એલન મસ્કની આ વાતને ખોટી અને મસ્કને જુઠ્ઠો ગણાવ્યો છે. ટ્વિટરની પૂર્વ કર્મચારી ટ્રેસી હોકીન્સના જણાવ્યા અનુસાર મસ્ક લંચને લઇને ખોટુ બોલી રહ્યા છે. હોકીન્સે તાજેતરમાં ટ્વીટરમાંથી રાજીનામુ આપ્યુ હતુ, કેમકે તે મસ્ક સાથે કામ કરવા ઇચ્છતી ન હતી. તેણે આગળ જણાવ્યું કે તે ગયા અઠવાડિયા સુધી આ પ્રોગ્રામને ચલાવતી હતી.
મસ્કે શું દાવો કર્યો છે?
મસ્કે પુર્વ કર્મચારી ટ્રેસી હોકીન્સના દાવાને સંપુર્ણ ખોટો ગણાવ્યો છે. તેમણે કહ્યુ કે લંચ અને બ્રેકફાસ્ટ માટે તેઓ પ્રતિ વ્યક્તિ 20થી 25 ડોલર રોજનો ખર્ચ કરે છે, કારણ કે ટ્વિટર 13 મિલિયન ડોલર દર વર્ષે SF HQ ફુડ સર્વિસ પર ખર્ચે છે. એટલે કે 12 મહિનામાં 400 મિલિયન ડોલરથી વધુ ખર્ચ લંચ પર કરવામાં આવે છે.
એવુ નથી કે માત્ર પૂર્વ કર્મચારી હોકિન્સે મસ્કના દાવા પર સવાલ ઉઠાવ્યા છે. આ અગાઉ પણ કેટલાય ટોપ એક્સિક્યુટિવ રાજીનામું આપી ચુક્યા છે. એક રિપોર્ટમાં એવુ જણાવાયુ છે કે મસ્કે કર્મચારીઓની કોવિડ સમય દરમિયાનની વર્ક ફ્રોમ હોમની નીતિમાં પણ ફેરફારો કર્યા હતા. તેણે કામના કલાકો પણ વધારી દીધા હતા. આ ઉપરાંત કંપનીએ ગયા અઠવાડિયે ટ્વિટર બ્લુ સબ્સ્ક્રિપ્શન રજુ કર્યુ હતુ. તેની કિંમત 7.99 ડોલર રખાઇ હતી. કેટલાય ફેક એકાઉન્ટ્સ પણ તેના કારણે વેરિફાઇડ થઇ ગયા હતા. ત્યારબાદ વિવાદ થયો અને કંપનીએ પ્રોગ્રામ રોકવો પડ્યો.