ફ્રોડ રોકવા કેન્દ્રની સાઈબર સ્ટ્રાઈક, 52 લાખ સીમકાર્ડ કર્યા બ્લોક
- ડીલર્સનું વેરિફિકેશન ફરજિયાત, બલ્કમાં સીમની ખરીદી પર પ્રતિબંધ.
- 67,000 ડીલર્સ બ્લેકલિસ્ટ, સીમકાર્ડ ડીલર્સ વિરુદ્ધ 300 FIR : નિયમોના ભંગ બદલ ડીલર્સને રૂ. 10 લાખનો દંડ થશે.
દેશભરમાં ઈન્ટરનેટ અને સ્માર્ટફોન્સનો વપરાશ વધવાની સાથે સાઈબર ક્રાઈમનું પ્રમાણ ખુબજ વધ્યું છે. અનેક ગણું સાઈબર ક્રાઈમ વધવાના કારણે કેન્દ્રની સરકારે લોકો સાથે સાઈબર છેતરપિંડી રોકવા માટે કડક પગલા લીધા છે. સીમ કાર્ડ વેચતા ડીલર્સને હવે પોલીસ તેમજ બોયોમેટ્રિક વેરિફિકેશન કરાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જે બલ્કમાં સીમ કાર્ડ વેચાતા હતા તેમના વેચાણ પર કેન્દ્રએ પ્રતિબંધ મૂકી દીધો છે. તેમજ સાઈબર ફ્રોડમાં વપરાતાં સીમ કાર્ડને ડિજિટલ સ્ટાઈક કરી 53 લાખ સીમકાર્ડ બ્લોક કર્યા છે. વધુમાં સીમ કાર્ડથી થતા ફ્રોડ અટકાવવા સીમ કાર્ડ ડીલર્સ પર નવા નિયમોના ભંગ કરનારને 10 લાખના દંડની જોગવાઈ કરી છે.
સાઈબર સ્ટાઈક મુદ્દે ટેલિકો મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, સીમકાર્ડ વેચતા દેશભરના ડીલર્સનું વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સાથે જ જે બલ્ક સીમ કાર્ડ વેચાતા હતા તેની ખરીદી પર એક દમ પ્રતિબંધ કરી દેવામાં આવી છે. તેમ છતાં જો કોઈ ચાલુ રાખશે તો તેમના માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે સરકારે સીમ કાર્ડ ડીલર્સનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત કર્યું છે. પાછળથી તેમણે સ્પષ્ટતા કરી હતી કે, સીમ કાર્ડ ડીલર્સનું વેરિફિકેશન ‘લાઈસન્સધારક’ અથવા સંબંધિત ટેલિકોમ ઓપરેટર દ્વારા કરાશે અને નિયમોનો ભંગ કરનારને રૂ. 10 લાખનો દંડ ફટકારવામાં આવશે.
આ પણ વાંચો: વડનગર-વિસનગર બન્યું ડબ્બા ટ્રેડિંગનું એપી સેન્ટર; 5000 યુવાઓ ઉંધા રવાડે
સાયબર ફ્રોડને રોકવા માટે કરવામાં આવેલી કાર્યવાહીની વાત કરતાં કહ્યું કે, સરકારે સંચારસાથી પોર્ટલ લોન્ચ થયા પછી મે 2023થી અત્યાર સુધીમાં બાવન લાખ મોબાઈલ કનેક્શન્સ રદ કરી નાંખ્યા છે. 67,000 ડીલર્સને બ્લેકલીસ્ટ કરી નાંખ્યા છે જ્યારે સીમ કાર્ડ ડીલર્સ સામે 300થી વધુ FIR નોંધાઈ છે. વધુમાં વૈષ્ણવે કહ્યું કે, સોશિયલ મીડિયા એપ્લિકેશન વોટ્સએપે છેતરપિંડીની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તેના 66,000 એકાઉન્ટ્સ પોતાની રીતે બ્લોક કરી દીધા છે.
બલ્કમાં સીમ કાર્ડ વેચવા પર કેમ પ્રતિબંધ લાદવામાં આવ્યો?
લોકો બલ્કમાં સીમ ખરીદે છે, પરંતુ તેમાંથી 20 ટકા સીમનો દુરુપયોગ થાય છે. આ 20 ટકા જે દુર ઉપયોગ થતો હતો તેનાથી સાઈબર ફ્રોડ ખુબજ વધુ પ્રમાણમાં થતાં હોય છે. જેના કારણે દેશના અનેક નાગરીકો તેની ઝાળમાં આવી જતા હોય છે, આમ વિગતવાર અભ્યાસ પછી બલ્કમાં સીમની ખરીદી પર પ્રતિબંધનો નિર્ણય લેવાયો છે. હવે પછી કોઈ કંપની બલ્કમાં સીમ ખરીદશે તો તેણે વ્યક્તિગત કેવાયસી પણ કરાવવું પડશે.
આ પણ વાંચો: લો બોલો… ડબ્બા ટ્રેડિંગના અપરાધીઓના બચાવમાં તર્ક આપ્યો તે પણ રાષ્ટ્રપિતા ગાંધીજીનો…