ગુજરાતબિઝનેસ

જામનગરના ખાવડી સ્થિત રિલાયન્સ મોલ સાથે 63 લાખની છેતરપિંડી

Text To Speech
જામનગર-ખંભાળિયા હાઈવે પર નાની ખાવડી સ્થિત રિલાયન્સ મોલ સાથે રૂ. 63 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. જે અંગે છ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.  આરોપીઓ દ્રારા હલકી ગુણવત્તા વાળો સામાન મોકલી દઈ રૂ. 35 લાખની તેમજ રૂ. 26 લાખનો ઓછો માલ મોકલી કુલ 63 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. હાલ આ મામલે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
એક વર્ષના સમયગાળામાં આચરી છે છેતરપીંડી 
મળતી માહિતી મુજબ, જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા રિલાયન્સ મોલમાં નોકરી કરતા જોનસિંગ ભગવાનજી ચાવડાએ આ પ્રકરણ સંદર્ભે મેઘપર પોલીસમાં જામનગરના ધરાનગર બે માં રહેતા જયપાલસિંહ ચુડાસમા તેમજ રાજસ્થાનના લલિત નવારામ ભારતી, માંગીલાલ નવારામ ભારતી, તેના રામ તેમજ ઉત્તર પ્રદેશના રામકિશોર તિવારી અને સચિન સિંહ શૈલેન્દ્રસિંહ નામના છ શખ્સોએ એકબીજા સાથે મળી, પૂર્વયોજિત કાવતરું રચી, છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું હતું કે, આરોપીઓએ વર્ષ 2021 થી 2022 ના એક વર્ષના ગાળા દરમિયાન રિલાયન્સ મોલમાં પહોંચાડવામાં આવેલો માલ પૈકી રૂપિયા 26,60,400નો ઓછો માલ મોકલી તેમજ અમેરિકન સકરિયાની નબળી ગુણવત્તા વાળો માલ મોકલી રૂપિયા 36,51,375 સહિત રૂપિયા 63,11,775 ની રકમ અંગત ઉપયોગમાં લઈ સ્ટોર સાથે છેતરપિંડિ અને વિશ્વાસઘાત કર્યો હતો.
Back to top button