ગુજરાત

આણંદમાં KYC અપડેટના નામે ડોક્ટર સાથે 6.94 લાખની છેતરપિંડી

Text To Speech

આણંદઃ શહેરના ખાનગી હોસ્પિટલના ડોક્ટરના કેવાયસી અપડેટના નામે સાયબર માફિયાઓએ તેમના એકાઉન્ટમાંથી રૂ.6.94 લાખ ઉપાડી છેતરપિંડી આચરી હતી. આ અંગે સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વિદ્યાનગરમાં લખુભાઈ એસ્ટેટની બાજુમાં રહેતા અને ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. અપૂર્વ અશોકભાઈ પટેલના મોબાઇલ પર અજાણ્યા શખસે ફોન કર્યો હતો અને મોબાઇલ કંપનીમાંથી બોલું છું તેમ કહી કેવાયસી અપડેટ કરવાનું કહ્યું હતું. આથી, સાયબર માફિયાના કહેવાથી એપ્સ સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી અને જરૂરી માહિતી તેમાં ભરી હતી.

બાદમાં થોડી મિનિટમાં જ ડો. અપૂર્વ અને તેમના પત્નીના બેન્ક એકાઉન્ટમાંથી રૂ.6,94,960 જેવી રકમ મિનિટોમાં ઉપડી ગઈ હતી. આ અંગે ડોક્ટરને જાણ થતાં તેઓ ચોંકી ગયાં હતાં અને આ અંગે ડો. અપુર્વ પટેલે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Back to top button