ગુજરાત

અમદાવાદમાં મુદ્રા લોનના નામે લાખો રૂપિયાની ઠગાઈ, 76 લોકો સાથે છેતરપિંડી

  • અમદાવાદમાં સરકારી નોકરી, મુદ્રા લોનના નામે ઠગાઈ
  • 76 લોકો સાથે છેતરપિંડી થયાની નોધાઈ ફરિયાદ
  • લોન પાસ કરાવવા 64 લોકો સાથે 6.40 લાખની ઠગાઈ

અમદાવાદમાં સરકારી નોકરી, મુદ્રા લોનના નામે ઠગાઈ થઇ છે. જેમાં 76 લોકો સાથે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે. સમાજ કલ્યાણ વિભાગમાં નોકરી અપાવવાની લાલચ પણ આપવામાં આવી હતી. જેમાં નોકરી આપવા માટે 12 લોકો પાસેથી રૂપિયા 48 લાખની છેતરપિંડી થઇ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં તબિયતના નામે દારૂ પીનારા પરમિટ ધારકોની સંખ્યા વધી

લોન પાસ કરાવવા 64 લોકો સાથે 6.40 લાખની ઠગાઈ કરવામાં આવી

લોન પાસ કરાવવા 64 લોકો સાથે 6.40 લાખની ઠગાઈ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના નર્સ રમિલા પટેલ સામે ફરિયાદ દાખલ થઇ છે. વિજાપુરના લાલા નાઈ સામે પણ ફરિયાદ નોંધાઈ છે. લોકો વિવિધ પ્રકારે ઠગાઇ આચરી રહ્યાં છે જેમાં શહેરમાં મુદ્રા લોન અને સમાજ કલ્યાણ વિભાગમા નોકરી આપવાના બહાને છેતરપિંડી કરવામાં આવી છે. 76 લોકો સાથે છેતરપિંડી થયાની ફરિયાદ થતા વધુ લોકો સામે આવે તેવી શક્યતાઓ છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ઔડાના 2510 આવાસો સીલ થશે, જાણો કયા વિસ્તારમાં કાર્યવાહી થશે 

મુદ્રા લોન યોજના હેઠળ તમે 10 લાખ રૂપિયા સુધીની લોન

ઉલ્લેખનીય છે કે, મુદ્રા લોન યોજના હેઠળ તમે 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો. રસપ્રદ વાત એ છે કે, તમારી અરજીના 7 થી 10 દિવસની અંદર, લોનની રકમ ઉપલબ્ધ છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના(PMMY)નું પૂરું નામ માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ રિફિન્સન્સ એજન્સી છે. મુદ્રા યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે, આ અંતર્ગત સરકાર લોકોને કોઈ ગેરંટી વગર લોન આપે છે. ઉપરાંત, તેમની પાસેથી કોઈ પ્રોસેસિંગ ચાર્જ લેવામાં આવતો નથી. એટલું જ નહીં, જો લોન લેનાર વ્યક્તિ લોનની રકમ ચુકવવામાં 5 વર્ષ અને તેનાથી વધુનો સમય લઈ શકે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં આવતીકાલથી ફ્લાવર શોનો પ્રારંભ, જાણો સમગ્ર માહિતી 

મુદ્રા યોજના અંતર્ગત ત્રણ પ્રકારની લોન ઉપલબ્ધ

– શિશુ મુદ્રા લોન – આ કેટેગરીમાં, તમે તમારો વ્યવસાય શરૂ કરવા માટે 50,000 રૂપિયા સુધીની લોન લઈ શકો છો.
– કિશોર મુદ્રા લોન – જો આ કેટેગરી હેઠળ તમારો ધંધો છે પરંતુ તમે તેને એસ્ટાબ્લિસ કરી શક્યા નથી, અને જો તમે હવે તેને ઉભા રાખવા માંગતા હો, તો તમે 5 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો.
– તરુણ મુદ્રા લોન – મુદ્રા યોજનાની આ કેટેગરી હેઠળ, મહત્તમ લોન ઉપલબ્ધ છે. આ અંતર્ગત તમે તમારો વ્યવસાય વધારવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો.

Back to top button