ગુજરાતના શહેરમાં ઇન્વેસ્ટમેન્ટના નામે લાખો રૂપિયાની ઠગાઈ
- અગાઉ એક રોકાણકાર પાસેથી રૂપિયા 94 લાખ પડાવ્યા
- સાયબર સેલે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
- ઇન્વેસ્ટમેન્ટના નામે ઓનલાઈન ઠગાઈનો કેસ સામે આવ્યો
ગુજરાતના શહેરોમાં ઇન્વેસ્ટમેન્ટના નામે લાખો રૂપિયાની ઠગાઈની ઘટનાઓ વધી છે. જેમાં વડોદરામાં ઇન્વેસ્ટમેન્ટના નામે ઓનલાઈન ઠગાઈનો વધુ એક કેસ સામે આવ્યો છે તેમાં ઇન્વેસ્ટરે રૂપિયા 18 લાખ ગુમાવ્યા છે.
અગાઉ એક રોકાણકાર પાસેથી રૂપિયા 94 લાખ પડાવ્યા
ઇન્વેસ્ટમેન્ટના નામે લાખો રૂપિયાની ઠગાઈ કરવાના એક પછી એક કિસ્સા બહાર આવી રહ્યા છે. તાજેતરમાં એક રોકાણકાર પાસેથી રૂપિયા 94 લાખ અને બે દિવસ પહેલા એક એન્જિનિયર પાસેથી 80 લાખ પડાવી લેવાના બનાવ બાદ વધુ એક ઠગાઈનો કિસ્સો બહાર આવ્યો છે.
એક લિંક મોકલી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું
વડોદરા પાસે બિલ ગામે હેપી હોમ્સમા રહેતા સમીર બેકરીવાલાએ પોલીસને કહ્યું છે કે, વોટ્સએપ પર મેસેજ મોકલી વાતચીત કરનાર વ્યક્તિએ સ્ટોક માર્કેટની જુદી જુદી ટીપ્સ આપી હતી. ત્યારબાદ મને ઠાકોર એકેડેમી ઓફ ફાઈનાન્સના ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો અને એક લિંક મોકલી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
સાયબર સેલે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
ચાર મહિનાના ગાળામાં મારી પાસેથી રૂ 28.76 લાખનું રોકાણ કરાવ્યું હતું અને તેની સામે માત્ર 9.86 લાખ પરત કરી બાકીના 18.90 લાખ પરત નહીં કરીને મારી સાથે ઠગાઈ કરવામાં આવી છે. સાયબર સેલે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.