‘કૌન બનેગા કરોડપતિ’ના નામે લાખોની છેતરપિંડી! PM મોદીની તસવીરનો પણ ઉપયોગ, CBIએ નોંધી FIR
- મહિલાએ કરોડપતિમાં ભાગ લેવા અને 5.6 કરોડની કન્ફર્મ જીતનો દાવો કરીને વ્યક્તિ પાસેથી 3 લાખ રૂપિયાની છેતરપિંડી કરી
HD ન્યૂઝ ડેસ્ક, 27 ઓકટોબર: હંમેશની જેમ આ વખતે પણ અમિતાભ બચ્ચન ‘કૌન બનેગા કરોડપતિ 16’ હોસ્ટ કરી રહ્યા છે. આ સિઝનમાં ઘણા મહાન સ્પર્ધકો હતા જેમણે માત્ર અમિતાભને જ નહીં પરંતુ દર્શકોને પણ પ્રભાવિત કર્યા. શોની લોકપ્રિયતા વચ્ચે, એક વ્યક્તિએ દાવો કર્યો કે, એક મહિલાએ તેને કરોડપતિમાં ભાગ લેવા અને 5.6 કરોડ રૂપિયાની કન્ફર્મ જીતનો દાવો કરીને તેની પાસેથી 3 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. મહિલાએ પોતાનો પરિચય CBI અધિકારી તરીકે આપ્યો હતો. આ સાથે નકલી મહિલા અધિકારીએ પીડિતને PM નરેન્દ્ર મોદી સાથેની તસવીર પણ બતાવી હતી.
‘કૌન બનેગા કરોડપતિ 16’ને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. ઘણા લોકો આ શોનો ભાગ બનવા માંગે છે. આવી જ રીતે અપેક્ષાઓથી ભરેલા લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે. CBIએ અજાણ્યા લોકો વિરુદ્ધ છેતરપિંડી, નકલી અને IT એક્ટની કલમો હેઠળ FIR દાખલ કરી છે. આ FIR PMOની ફરિયાદ પર દાખલ કરવામાં આવી છે.
PMOની ફરિયાદ પર CBIએ એફઆઈઆર નોંધી
CBIએ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ FIR નોંધી છે. આ FIRમાં કહેવામાં આવ્યું છે કે, એક મહિલાએ CBIના વરિષ્ઠ અધિકારી હોવાનો ઢોંગ કરીને પીડિતાને ફસાવવા માટે PM મોદીના ફોટાનો ઉપયોગ કર્યો હતો. PMOએ CBIમાં ફરિયાદ નોંધાવી હતી અને CBIએ કેસ નોંધ્યો હતો.
KBCની બે કથિત ઓફિસમાંથી પીડિતને ફોન કર્યો
CBI FIRમાં કહેવામાં આવ્યું છે કે, ફરિયાદીને સોશિયલ મીડિયા પર બે નકલી સંસ્થાઓ પાસેથી માહિતી મળી હતી, જેણે પોતાની ઓળખ KBC મુંબઈ અને KBC કોલકાતા તરીકે આપી હતી. CBIની FIRમાં મુજબ, “KBC મુંબઈએ ફરિયાદીને જણાવ્યું કે, તેને 25 લાખ રૂપિયા જીત્યા છે, જે વધારીને 5.6 કરોડ રૂપિયા કરવામાં આવ્યા છે. એ જ રીતે KBC કોલકાતાએ કહ્યું કે તેણે 75 લાખ રૂપિયા જીત્યા, પછી તેને વધારીને 2.75 કરોડ રૂપિયા કરી દીધા.
નકલી CBI ઓફિસર બતાવીને પીડિત પર દબાણ કર્યું
ફરિયાદીએ ઈનામની રકમના રૂપમાં કરોડો જીતવા માટે માત્ર 2.91 લાખ રૂપિયા જમા કરાવવાના રહેશે. બાદમાં, એક મહિલાએ પોતાને CBIની અધિકારી ગણાવીને તેના પર એવોર્ડની રકમ ચૂકવવા માટે દબાણ કર્યું.
આ પણ જૂઓ: અમેરિકાએ દેશમાં ગેરકાયદે રહેતા ભારતીય નાગરિકોને દેશનિકાલ કર્યા