છેતરપિંડીઃ Amazon પરથી 1 લાખ રૂપિયાનું લેપટોપ ખરીદ્યા બાદ ખબર પડી…
HD ન્યૂઝ ડેસ્ક, 9 મે: તાજેતરમાં ઓનલાઇન પ્લેટફોર્મ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર સેલ સમાપ્ત થયું છે. આ સેલના વેચાણ દરમિયાન ઘણા લોકોએ અહીંથી ઘણો સામાન ખરીદ્યો હતો. રોહન દાસ નામના વ્યક્તિએ આવી જ સેલનો લાભ લેવા માટે એમેઝોન પરથી 1 લાખ રૂપિયાનું લેપટોપ ખરીદ્યું, પરંતુ તે લેપટોપ તેના ઘરે પહોંચ્યા બાદ તેને આઘાત લાગ્યો. તેને જાણવા મળ્યું કે, તે વપરાયેલું લેપટોપ છે, જે સેકન્ડ હેન્ડ અથવા રિફર્બિશ્ડ લેપટોપ હોઈ શકે છે. આ પછી તેણે સોશિયલ મીડિયા પર આ બાબતની માહિતી આપી અને તેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
I Was Scammed By Amazon!@amazonIN selling used products as new.
Today I received a “new” laptop from Amazon, but it had already been used and the warranty started in December 2023.@Lenovo @Lenovo_in pic.twitter.com/TI8spJffgm
— Rohan Das (@rohaninvestor) May 7, 2024
રોહન દાસે 30 એપ્રિલે એમેઝોન પરથી એક લેપટોપનો ઓર્ડર કર્યો હતો, જેની કિંમત 1 લાખ રૂપિયા છે. આ પછી, આ ઓર્ડર 7 મેના રોજ તેના ઘરે પહોંચાડવામાં આવ્યો હતો.
Lenovo સત્તાવાર વેબસાઇટ પર વોરંટીની કરી તપાસ
જ્યારે રાહુલ દાસે લેનોવોની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને લેપટોપની વોરંટી ચેક કરી તો તે આશ્ચર્યચકિત થઈ ગયો. વોરંટી તપાસ્યા બાદ, તેને ખબર પડી કે તેની વોરંટી ડિસેમ્બર 2023 થી શરૂ થઈ ગઈ છે એટલે કે તે એક પૂર્વ માલિકીની પ્રોડક્ટ છે.
લેપટોપથી ખૂબ નિરાશ, ખરીદી કરતા પહેલા વિચારો
દાસે વીડિયોમાં કહ્યું કે, તે લેપટોપને લઈને ખૂબ જ નિરાશ છે. તેણે અન્ય લોકોને એમેઝોન પરથી કોઈપણ વસ્તુ ખરીદતા પહેલા સાવચેત રહેવા જણાવ્યું હતું. ઓર્ડર આપતા પહેલા બે વાર વિચારો.
સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને વીડિયો શેર કર્યો
દાસે પોતાની પોસ્ટનું શીર્ષક ‘Amazon’s Scam’ રાખ્યું છે. આ પછી આ પોસ્ટે લોકોનું ધ્યાન ખેંચ્યું અને અચાનક તેના પર કોમેન્ટ્સનો પૂર આવ્યો. આ પછી ઘણા યુઝર્સે કહ્યું કે, ‘એમેઝોન સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.’ ઘણા યુઝર્સે લખ્યું કે, ‘તેમને કન્ઝ્યુમર કોર્ટમાં લઈ જવા જોઈએ.’
એમેઝોને સ્પષ્ટતા કરી અને માફી માંગી
એમેઝોને આ બાબતે પ્રતિક્રિયા આપી અને તેના માટે માફી પણ માંગી છે તેમજ આ બાબતે તપાસ કરવા જણાવ્યું છે. દાસે લેનોવોનો પ્રતિભાવ પણ શેર કર્યો છે, જેમાં લેનોવોની સત્તાવાર ટીમે સ્પષ્ટતા કરી છે કે, તેઓ મેન્યુફેક્ચરિંગની તારીખને મેઇન્ટેન કરીને રાખે છે, પરંતુ વોરંટી ગ્રાહકની ખરીદીની તારીખથી શરૂ થાય છે.
ઓનલાઈન ખરીદી કરતી વખતે સાવચેત રહો
ઑનલાઇન ખરીદદારો માટે આ એક મહત્વપૂર્ણ પાઠ બની ગયો છે. ઘણા લોકો ઈન્ટરનેટ પર વોરંટી વગેરે ચેક કરતા નથી, તેથી તેઓ આમાં છેતરાઈ જાય છે. તેથી, ઓનલાઈન શોપિંગ કરતી વખતે હંમેશા વધુ સાવચેત રહેવું જોઈએ.
આ પણ જુઓ: Google Wallet ભારતમાં લોન્ચ: Google Payથી સંપૂર્ણપણે અલગ, કયા-કયા કામ થશે?