FIFA WC : મોરોક્કોને હરાવીને ફ્રાન્સ સતત બીજી વખત ફાઇનલમાં પહોંચ્યું


ખટ્ટરમાં રમાઈ રહેલા FIFA વર્લ્ડ કપ 2022ની બીજી સેમિફાઈનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સે ઈતિહાસ રચ્યો છે. ફ્રાન્સે મોરોક્કોને 2-0થી હરાવી બીજી વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ સાથે જ આફ્રિકન ટીમ મોરોક્કોનું પ્રથમ વખત ફાઇનલમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. હવે ફાઇનલમાં ફ્રાન્સનો મુકાબલો આર્જેન્ટિના સાથે થશે.
ફ્રાન્સની ટીમ હવે ત્રીજી વખત ટાઇટલ જીતવા માટે આર્જેન્ટિના સામે ટકરાશે. લિયોનેલ મેસી આર્જેન્ટિનાના કેપ્ટન છે. જેણે ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલ મેચ બાદ નિવૃત્તિની જાહેરાત કરી છે. ફાઈનલ 18 ડિસેમ્બરે ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે રમાશે. તે જ સમયે, ત્રીજા સ્થાન માટે મોરોક્કો 17 ડિસેમ્બરે ક્રોએશિયા સામે ટકરાશે.

ફ્રાન્સે 2 ગોલ કર્યા
પહેલો ગોલઃ ડિફેન્ડર થિયો હર્નાન્ડેઝે 5મી મિનિટે ફ્રાન્સ માટે પહેલો ગોલ કર્યો હતો.
બીજો ગોલ: રેન્ડલ કોલો મુઆનીએ 79મી મિનિટે બીજો ગોલ કર્યો.

આ પણ વાંચો: FIFA વર્લ્ડ કપ 2022: મેસ્સીની મોટી જાહેરાત, ફાઈનલ પછી લેશે સંન્યાસ
ફ્રાન્સે રચ્યો ઈતિહાસ
છેલ્લા 24 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ટીમ સતત બે વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હોય. આ પહેલા ફ્રાન્સ ત્રણ વખત ફાઈનલ રમી હતી પરંતુ તે માત્ર બે વખત જ ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. ફ્રાન્સે 1998 અને 2018માં ખિતાબ જીત્યો હતો, જ્યારે 2006માં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. તે કુલ સાતમી વખત ટોચ પર પહોંચનારી ટીમ બની છે.

મોરોક્કોનું સ્વપ્ન રોળાયુ
બીજી તરફ મોરોક્કોની ટીમ પ્રથમ વખત વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચી છે. સેમિફાઇનલમાં પહોંચનારી તે પ્રથમ આફ્રિકન ટીમ હતી. જો તે ફાઇનલમાં પ્રવેશી હોત અને ટાઇટલ જીતવામાં સફળ રહી હોત તો તેણે ઇતિહાસ રચ્યો હોત. પરંતુ ફ્રેન્ચ ખેલાડીઓએ તેનું સપનું બરબાદ કરી દીધું.