ફ્રાન્સ અને ભારતની ડીલ: શું વિજય માલ્યાને લાવી શકાશે પરત?
- વિજય માલ્યા પર દેશની 17 બેંકોના લગભગ 9 હજાર કરોડ રૂપિયાનું છે દેવું
- ફ્રાન્સે શરતો સાથે પરતની ઓફર કરી હતી
દિલ્હી, 26 એપ્રિલ, ભારત સરકાર ભાગેડુ દારૂના કારોબારી વિજય માલ્યાને દેશમાં લાવવાનો પ્રયાસ કરી રહી છે. ફ્રાન્સે અમુક શરતો સાથે માલ્યાને પરતની ઓફર કરી હતી પરંતુ આ માટે સરકારે ફ્રાન્સના અધિકારીઓને માલ્યાને બિનશરતી ભારતને સોંપવાની માંગ કરી છે.
વિજય માલ્યાને પરત લાવવા શું છે પ્લાન?
ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર વિજય માલ્યા હાલમાં બ્રિટનમાં છે, પરંતુ ભારત હાલમાં એવા દરેક દેશનો સંપર્ક કરી રહ્યું છે જ્યાં માલ્યાની મિલકતો છે. કારણ કે માલ્યા બ્રિટન છોડીને બીજા દેશમાં ભાગી જાય તો તેને ત્યાંથી ભારત લાવવામાં વધુ સમય ન લાગે. ગયા વર્ષે તપાસ દરમિયાન સીબીઆઈએ દાવો કર્યો હતો કે માલ્યાએ વર્ષ 2015-16 દરમિયાન બ્રિટન અને ફ્રાન્સમાં 330 કરોડ રૂપિયાની સંપત્તિ ખરીદી હતી. 2020 માં EDની અપીલ પર ફ્રાન્સે માલ્યાની ત્યાંની 14 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.
ફ્રાન્સે શરતો સાથે પરતની ઓફર કરી હતી
માલ્યાના પ્રત્યાર્પણ પર ભારત અને ફ્રાન્સ વચ્ચે 15 એપ્રિલે આતંકવાદ વિરોધી કાર્યકારી જૂથની બેઠક દરમિયાન વાતચીત થઈ હતી. જો કે હવે આ માહિતી સામે આવી છે. આ બેઠકમાં ફ્રાન્સે કેટલીક શરતો સાથે માલ્યાના પરતની ઓફર કરી હતી, પરંતુ ભારતે તેમને શરતોને હટાવવા માટે કહ્યું હતું. ભારત તરફથી આ બેઠકમાં વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ કેડી દેવલે ભાગ લીધો હતો. આ સિવાય ઈન્ટેલિજન્સ એજન્સીના ઘણા અધિકારીઓ પણ બેઠકમાં હાજર હતા. વિજય માલ્યા પર દેશની 17 બેંકોના લગભગ 9 હજાર કરોડ રૂપિયાનું દેવું છે.
આ પણ વાંચો.. PM મોદીએ ઈટાલીના PM જ્યોર્જિયા મેલોનીને ફોન કર્યો, જાણો બંને વચ્ચે શું વાત થઈ?