નેશનલ

નરેન્દ્ર મોદી 2024માં સત્તામાં પાછા ફરવા અંગે FPI આશાવાદી: રિપોર્ટ

Text To Speech

નવી દિલ્હી: અમેરિકા અને યૂરોપના વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ) ભારતને લઈને આશાવાદી નજરે પડી રહ્યાં છે. આનું અનુમાન ભારતીય શેરોમાં તેમના નિવેશથી લગાવવામાં આવી શકે છે. માર્ચ, 2023થી શેરોમાં તેમનું રોકાણ સુધરીને 9.5 અરબ ડોલરે પહોંચી ગયું છે. એક વિદેશી બ્રોકરેજ કંપનીના રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. સ્વિસ બ્રોકરેજ કંપની યૂબીએસ સિક્યોરિટીનો આ રિપોર્ટ લગભગ 50 અમેરિકન અને યૂરોપીયન એફપીઆઈ સાથે વાતચીત પર આધારિત છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મોટાભાગની વિદેશી રોકાણકાર ભારતને લઈને આશાવાદી છે. માર્ચ, 2023થી શેરોમાં તેમનું રોકણ સુધરીને 9.5 અરબ ડોલર થઈ ગયું છે, જ્યારે આનાથી પાછલા ત્રણ મહિના દરમિયાન તેમને શેરોમાં ચાર અરબ ડોલર નિકાળ્યા હતા.

આ પણ વાંચો- ગુજરાતમાં રીંછની સંખ્યામાં વધારો જોવા મળ્યો, બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ રીંછ નોંધાયા

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોટાભાગના વૈશ્વિક રોકાણકારો આગામી ગરમીથી પહેલા થનારી સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં વાપસી કરે તેવી આશા કરી રહ્યાં છે. તેમને પહેલાથી જ ડિસેમ્બર ત્રિમાસીકમાં થનારા વિભિન્ન રાજ્યોના વિધાનસભાની ચૂંટણીઓને નજર અંદાજ કરી દીધી છે. યૂએસબી ઈન્ડિયાની અર્થશાસ્ત્રી તન્વી ગુપ્તા જૈને કહ્યું છે કે, આ વર્ષ સુધી ઘરેલુ બજારોનું પ્રદર્શન નવા બજારોની સરખામણીમાં 4.6 ટકા ઓછું રહેવા છતાં રોકાણકારો આશાવાદી છે.

યૂબીએસ સિક્યોરિઝ ઈન્ડિયાના રણનીતિકાર સુનીલ તિરૂમલાઈ અનુસાર, આ આશાનું કારણ સારૂ આર્થિક, રાજકીય અને ભૂ-રાજકીય પરિદશ્ય છે. જોકે, યૂબીએસે બેંકોના વધતા દરોના જોખમને લઈને ચિંતા વ્યક્ત કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આના કારણે ભારતીય પરિવાર પોતાના પૈસા શેર માર્કેટની જગ્યાએ અન્ય વિકલ્પોમાં લગાવી શકે છે.

યૂબીએસે ચાલુ વર્ષ માટે નિફ્ટીના ટાર્ગેટને ઘટાીને 18000નો આંકડો કરી દીધો છે. નિફ્ટી હજું પણ 18000ના આંકડા ઉપર છે.

આ પણ વાંચો- બીબીસી ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ સાથે જોડાયેલી RTI પર મોદી સરકારે આપ્યો જવાબ

Back to top button