દિલ્હીના આઝાદ માર્કેટ વિસ્તારમાં એક નિર્માણાધીન ચાર માળની ઈમારત ધરાશાયી થઈ છે. જેમાં કેટલાક કામદારો ફસાયા હોવાની આશંકા છે. સવારે 8:50 વાગ્યે બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતા જ રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે.
Delhi: 2 injured, 5 feared trapped under debris after building collapse in Azad market area
Read @ANI Story | https://t.co/rJ3VXEcLdm#AzadMarket #BuildingCollapse #Delhi pic.twitter.com/8BMcjC5Ab2
— ANI Digital (@ani_digital) September 9, 2022
गोवा: तटीय क्षेत्र के कानूनों के उल्लंघन पर अंजुना में कर्लीज रेस्तरां को तोड़ा जा रहा है।
DYSP जीवबा दलविक ने कहा, "हम पुलिस सुरक्षा मुहैया करा रहे हैं। आदेशानुसार रेस्तरां को तोड़ा जाएगा।" pic.twitter.com/nif0nEkwY2
— ANI_HindiNews (@AHindinews) September 9, 2022
દિલ્હીના આઝાદ માર્કેટમાં નિર્માણાધીન 4 માળની ઇમારત ધરાશાયી
આઝાદ માર્કેટ વિસ્તારના શીશ મહેલમાં બિલ્ડિંગમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અચાનક જ બિલ્ડીંગ ધરાશાયી થઇ હતી. બિલ્ડીંગ ધરાશાયી થતા જ આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બિલ્ડીંગનું સમારકામ ચાલી રહ્યું હોવાથી બિલ્ડીંગના કાટમાળમાં કેટલાક મજૂરો દટાયા છે. જેની જાણ થતા જ રેશ્ક્યું ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં બે મજૂરોને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
दिल्ली के आजाद मार्केट इलाके में इमारत ढहने की जगह पर मलबे में पांच लोग फंसे हैं। राहत और बचाव कार्य जारी है: दमकल विभाग https://t.co/yBCvergAsw pic.twitter.com/nmijT4qyiL
— ANI_HindiNews (@AHindinews) September 9, 2022
અનેક મજૂરો દટાયા હોવાની આશંકા
રેશ્ક્યું અધિકારીઓએ જણાવ્યું કે સવારે લગભગ 8.30 વાગ્યે ઈમારત ધરાશાયી થવાની માહિતી મળી હતી. કહેવામાં આવ્યું હતું કે શીશ મહેલ વિસ્તારમાં મકાન નંબર 754 પડ્યું છે. જે બાદ ચાર ફાયર ટેન્ડરને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. રિપોર્ટ અનુસાર લગભગ 5 લોકો કાટમાળ નીચે દટાયા છે.