ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

કોલંબિયામાં હેલિકોપ્ટર દુર્ઘટના, રાષ્ટ્રપતિએ કહ્યું- કોઈ બચ્યું નથી

Text To Speech

દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં ક્વિબડો વિસ્તારમાં આર્મીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. મળતી માહિતી મુજબ, હેલિકોપ્ટરમાં ચાર જવાન હતા, જેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતની પુષ્ટિ કરતા કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ કહ્યું કે કોઈ બચ્યું નથી. પેટ્રોએ મૃત અધિકારીઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

જોઇન્ટ ટાસ્ક ફોર્સ ટાઇટનના કમાન્ડર કર્નલ હેક્ટર અલ્ફોન્સો કેન્ડેલેરિયોએ જણાવ્યું કે, દુર્ઘટનામાં હેલિકોપ્ટર સંપૂર્ણપણે બળી ગયું છે. મળતી માહિતી મુજબ, મૃત અધિકારીઓના નામ હેક્ટર જેરેઝ ઓચોઆ, જુલિથ ગાર્સિયા કોર્ડેરો, જોહાન ઓરોઝકો અને રુબેન લેગુઈઝામોન તરીકે ઓળખાયા છે.

આ પણ વાંચોઃલો બોલો ! પાકિસ્તાનમાં પોલીસે ઈમરાન ખાનનું ઘર પણ લૂંટી લીધું, જ્યુસ બોક્સ પણ ચોરી ગયા’, હવે એક્શન મૂડમાં PTI

અકસ્માત પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે દુર્ઘટનાનું કારણ ખરાબ હવામાન પણ હોઈ શકે છે. જો કે, સેનાના અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના પાછળના કારણો શોધવા માટે તપાસ કરવામાં આવી રહી છે.

Back to top button