ગુજરાતચૂંટણી 2022

‘રામ નામ સત્ય’ માટે પણ ચાર લોકો જોઇએ, યુપીએ તો કોંગ્રેસને માત્ર બે સીટ આપી, યોગીનો કોંગ્રેસ પર હુમલો

Text To Speech

ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથે આજે ગુજરાતના મહુધા વિધાનસભા ક્ષેત્રના ખેડામાં એક ચુંટણી જનસભાને સંબોધી હતી. તેમણે કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યુ કે યુપીમાં કોંગ્રેસને 403માંથી માત્ર બે જ બેઠકો મળી હતી. ‘રામ નામ સત્ય હૈ’ માટે પણ ચાર લોકોની જરૂર હોય છે, પરંતુ કોંગ્રેસને ચાર બેઠકો પણ ન મળી. આમ આદમી પાર્ટીને તો એક પણ બેઠક ન મળી. યોગી આદિત્યનાથે દાવો કર્યો છે કે અત્યાર સુધીના જે સર્વે સામે આવ્યા છે તેમાં ગુજરાતમાં ભાજપની સરકાર ફરી એકવાર બની રહી છે.

રામ નામ સત્ય માટે પણ ચાર લોકો જોઇએ, યુપીએ તો કોંગ્રેસને માત્ર બે સીટ આપી, યોગીનો કોંગ્રેસ પર હુમલો hum dekhenge news

યોગી આદિત્યનાથે ખંભાતમાં પણ એક ચુંટણી સભા સંબોધી હતી. તેમણે કહ્યુ કે દેશમાં જ્યારે જ્યારે કોઇ સંકટ ઉભુ થયુ છે ત્યારે ભાજપે પોતાનું યોગદાન આપ્યુ છે. આ ગુજરાતની ધરતીની કમાલ છે જ્યારે જ્યારે દેશમાં રાજકારણ બેઇમાની, ભ્રષ્ટાચાર, અરાજકતા અને કોંગ્રેસના પરિવારવાદનું શિકાર બન્યુ હતુ ત્યારે 2014માં ગુજરાતે દેશને વડાપ્રધાનના રૂપમાં નરેન્દ્ર મોદી આપ્યા. ગુજરાતની ધરતીએ દેશને મહાત્મા ગાંઘી અને સરદાર વલ્લભભાઇ પટેલ જેવા મહાપુરુષો આપ્યા છે.

કોંગ્રેસના રાજમાં ગુજરાતમાં કોમી રમખાણો ખુબ થતી હતી. સામાન્ય લોકો માટે વેપાર ધંધા કરવા મુશ્કેલ બની ગયા હતા. અન્નદાતા ખેડુતો પણ પરેશાન હતા. ભાજપના આવવાથી અરાજકતા ખતમ થઇ, ગુજરાત રમખાણો મુક્ત બન્યુ. આજે ગુજરાત વિકાસ અને સમૃદ્ધિની નવી કહાની લખે છે. આજે દેશ એક સુરક્ષિત ભારતના રૂપમાં ઊભો છે.

આ પણ વાંચોઃ શ્રી રામના નામે ભાજપ અને સંઘ પર નિશાન સાધ્યુ રાહુલ ગાંધીએ, જાણો શું બોલ્યા?

Back to top button