ટ્રેન્ડિંગનેશનલ

આંધ્રપ્રદેશમાં ચાર મોટરસાયકલ એકબીજા સાથે અથડાઈ, 3નાં ઘટનાસ્થળે જ મૃત્યુ

Text To Speech

અલ્લુરી (આંધ્રપ્રદેશ), 09 માર્ચ: આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ (ASR) જિલ્લાના અરાકુલોયા મંડલમાં ચાર મોટરસાયકલ સામસામે અથડાઈ. આ અકસ્માતમાં 4 લોકોનાં મૃત્યુ થયાં છે. મહાશિવરાત્રી નિમિત્તે શુક્રવારે રાત્રે આ ઘટના બની હતી. ASR જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત દરમિયાન ચાર બાઇક પર 11 લોકો મુસાફરી કરી રહ્યા હતા. ભયાનક અથડામણ બાદ ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. દરમિયાન, ચોથા વ્યક્તિનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ ઘટનામાં અન્ય છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

4 મોટરસાઈકલ પર 11 લોકો સવાર હતા

મોટરસાયકલ વચ્ચેની ટક્કર વારી મદલા પંચાયતના દુમ્મા ગુદરી અને ગંજાઈ ગુડા ગામ વચ્ચે થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે બાઇક સવારો ગંજાઇ ગુડા  તરફ જઇ રહ્યા હતા. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ચાર બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જો કે, આ અકસ્માત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે અત્યારે ગુનો નોંધી વધુ તજવીજ હાથ ધરી છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં, આંધ્રપ્રદેશના નંદ્યાલા જિલ્લાના અલ્લાગદ્દા મંડલના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નલ્લાગટલા ગામમાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં હતાં. પીડિતોની ઓળખ તેલંગાણાના મંત્રી રવિન્દર રેડ્ડીના પરિવારના સભ્યો તરીકે થઈ છે. તમામ તિરુપતિથી હૈદરાબાદ પરત ફરી રહ્યા હતા. દુર્ભાગ્યે, તેમની કાર કર્ણાટકની એક ટ્રક સાથે અથડાઈ, જેમાં કારમાં સવાર પાંચેય લોકોનાં તુરંત જ મૃત્યુ થયાં.

આ પણ વાંચો: વડોદરાના તરસાલી હાઈવે પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક જ પરીવારના 5 સભ્યોના મૃત્યુ

Back to top button