અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

દરિયાપુરની મદરેસામાં સરવે કરવા ગયેલા શિક્ષક પર હૂમલો કરનારા વધુ ચાર આરોપી ઝડપાયા

Text To Speech

અમદાવાદ, 22 મે 2024, ગુજરાત સહિત સમગ્ર દેશની મદરેસાઓમાં સરવે કરવાની શરૂઆત થઈ હતી. ત્યારે અમદાવાદના દરિયાપુરની મદરેસામાં તાજેતરમાં સરવે કરવા માટે ગયેલા શિક્ષક પર ટોળાએ હૂમલો કર્યો હતો. આ મામલે દરિયાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસે હૂમલો કરનારા આરોપીઓ પૈકી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. આ કેસની વધુ તપાસમાં વધુ ચાર આરોપીઓને પકડી પાડવામા આવ્યાં છે.

સરવે કરવા ગયેલા શિક્ષક પર ટોળાએ હૂમલો કર્યો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના દરિયાપુરની મદરેસામાં સરવે કરવા ગયેલા શિક્ષક પર ટોળાએ હૂમલો કર્યો હતો. શિક્ષક પર હુમલો કરનાર આરોપીઓ પૈકી બે આરોપીઓની દરિયાપુર પોલીસે ધરપકડ કરી છે. આ ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સાથે સ્થાનિક પોલીસે સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું. શિક્ષણ વિભાગના આદેશ બાદ શિક્ષકો દ્વારા અલગ અલગ મદરેસામાં સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં દરિયાપુરની સુલતાન સુલ્તાન મહોલ્લા સૈયદ સુલતાનાની મસ્જિદના મદરેસામાં બાપુનગરની સ્કૂલના આચાર્ય સંદીપ પટેલ સર્વે કરવા માટે ગયા હતા. સંદીપભાઈ મસ્જિદ બંધ હોવાથી કામગીરીનો ફોટો લઈ રહ્યા હતા. ત્યારે ટોળાએ આવીને તેમને ગડદા પાટુનો માર માર્યો હતો.

ક્રાઈમ બ્રાંચે ચાર આરોપીઓ ઝડપી પાડ્યા
સમગ્ર મામલે પોલીસે રાઇટિંગ લૂંટ સહિતની કલમોના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.દરિયાપુર પોલીસ દ્વારા બનાવના 24 કલાકમાં જ ફરહાન અને ફૈઝલ નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે ફરાર થયેલા પાંચ આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સ્થાનિક પોલીસ સાથે દરિયાપુરના અલગ અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ક્રાઈમ બ્રાંચે વધુ ચાર આરોપીઓને પકડી પાડ્યાં છે. આરોપીઓમાં દરિયાપુરના મોહમ્મદ પરવેજ ફારુક મહંમદ શેખ, મોહમ્મદ સુફિયાન અબ્જુલ મજિદ પઠાણ, ફૈજ્જાન રમજાનીભાઈ શેખ અને અયાન રમજાની ભાઈ શેખની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃઅમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

Back to top button