ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધીને ચાર મહિના અને બીજેપી નેતાને બે દિવસ; ન્યાયપાલિકા પર ચિદમ્બરમનો કટાક્ષ

Text To Speech

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે બીજેપી સાંસદ રામ શંક કઠેરિયાને થયેલી જેલની સજા અને બે દિવસની અંદર સજા પર સ્ટે દ્વારા દેશની ન્યાયપ્રણાલી પર પ્રશ્ન ઉઠાવ્યા છે.

ચિદમ્બરમે કહ્યું છે કે બીજેપી સાંસદને અદાલતથી સજા પર સ્ટે લેવામાં માત્ર બે દિવસ લાગ્યા જ્યારે રાહુલ ગાંધીને આના જ માટે ચાર મહિનાથી વધારે સમય લાગ્યો.

અસલમાં ઉત્તર પ્રદેશના ઈટાવાથી સાંસદ રામ શંકર કઠેરિયાને મારપીટના એક કેસમાં આગ્રાની એમએલએ અદાલતે બે વર્ષની સજા સંભળાવી હતી પરંતુ બે-ત્રણ દિવસ પછી આગ્રાની જિલ્લા અદાલતે કઠેરિયાના સજા પર સ્ટે આપી દીધો અને દંડની રકમમાં પણ ઘટાડો કરી દીધો.

તો બીજી તરફ મોદી સરનેમ સાથે જોડાયેલા નિવેદન પર સુરતની કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આ વર્ષની માર્ચમાં બે વર્ષની સજા સંભળાવી દીધી હતી. તેના બીજા જ દિવસે લોકસભા સભ્યતા રદ્દ કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો-પીએમ મોદીના મૌનવ્રતને તોડવા માટે લાવવું પડ્યું અવિશ્વાસ પ્રસ્તાવ: કોંગ્રેસ

રાહુલ ગાંધીની સજાને ગુજરાત હાઇકોર્ટે પણ યથાવત રાખી અને પાછલા શુક્રવારે સુપ્રીમ કોર્ટથી રાહુલ ગાંધીને રાહત મળી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ પછી સોમવારે રાહુલ ગાંધીની લોકસભા સભ્યતા પુન:સ્થાપિત થઈ હતી.

આના પર પી ચિદમ્બરમે ટ્વિટ કર્યું કે, ઈટાવાથી સાંસદ (બીજેપી) રામ શંકર કઠેરિયા સાથે મારપીટ કરવાના આરોપમાં બે વર્ષની સજા થઈ. બે-ત્રણ દિવસની અંદર જ પહેલી અપીલ પર આગ્રાની અદાલતે તેમની સજા પર સ્ટે લાવી દીધા. કઠિરિયા માટે સારૂ છે. હું તેના પર કંઈ જ કહીશ નહીં.

રાહુલ ગાંધીને કથિત માનહાનિ (ખોટા આરોપ)ના કેસમાં મળેલી સજા પર સ્ટે લાવવા માટે 4 મહિના લાગી ગયો અને તે પણ સુપ્રીમ કોર્ટ સુધી જવું પડ્યું. ભારતમાં ન્યાય આપવાની પ્રક્રિયા રહસ્યમય રીતે ચાલી રહી છે.

આ પણ વાંચો-લોકસભા ચૂંટણીઃ શું INDIA’ સમીકરણથી વધશે કોંગ્રેસનો ગ્રાફ? શું કહે છે આંકડા!

Back to top button