અમદાવાદગુજરાત

અમદાવાદમાં ઈકો ગાડીના સાયલેન્સ ચોરી કરતી ગેંગના ચાર શખ્સો ઝડપાયા, સાત ગુનાનો ભેદ ઉકેલાયો

Text To Speech

અમદાવાદઃ ગુજરાતમાં ઈકો ગાડીના સાયલેન્સરની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હતી. ઈકો ગાડીના સાઈલેન્સરમાં ત્રણ ધાતુ વાળા પથ્થરમાં પેલેડિયમ, પ્લેટીનમ અને રોડીયમ ધાતુનો પથ્થર જેવો પ્રદાર્થ હોય છે જેની કિંમત 12 થી 15 હજાર રૂપિયા આવે છે. જેની લાલચમાં આવીને રાજયમાં કેટલીક ગેંગો દ્વારા ગાડીના સાયલેન્સરની ચોરી કરવામાં આવતી હતી. ત્યારે અમદાવાદમાં આ પ્રકારની ચોરીને અંજામ આપતી ગેંગના ચાર આરોપીઓને પકડી પાડવામાં આવ્યાં છે. તેમજ તેમની પાસેથી શહેરમાં અલગ અલગ વિસ્તારમાં થયેલી ચોરીના સાત ગુનાનો ભેદ ઉકેલાયો છે.

પોલીસે સાત ગુનાઓ ડિટેક્ટ કર્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે સેક્ટર-1 અને ઝોન-1 પોલીસ અધિકારીઓને મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા સૂચના આપી હતી. આ દરમિયાન એલસીબી ઝોન-1ના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી. આ બાતમીને આધારે વોચ ગોઠવીને સાયલેન્સર ચોરી કરતી ગેંગના ચાર આરોપીઓને ઝડપી પાડ્યાં હતાં. જેમાં ધોળકાનો મોઈન વોરા, વેજલપુરનો સિદ્દિક બેલિમ, ધોળકાનો અબ્દુલસતાર અને ઈમરાનમિયાં મલિકને ઝડપી પાડવામાં આવ્યા હતાં. પોલીસે આરોપીઓ પાસેથી આઈ 20 કાર, મોબાઈલ ફોન, સાયલેન્સર સહિત 5.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તે ઉપરાંત એલસીબીએ નારણપુરા, ઘાટલોડિયા,વાડજ અને સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના ડિટેક્ટ કર્યા હતાં.

આ પણ વાંચોઃ અમદાવાદમાં રિક્ષા કે કેબમાં નામ-મોબાઇલ નંબર નહીં લખનાર 290 વાહનચાલકો દંડાયા

Back to top button