હિન્દુજા પરિવારના ચાર સભ્યોને સ્વિટ્ઝર્લેન્ડમાં કેદની સજા, ઘરના નોકરોના શોષણનો આરોપ
- બ્રિટનનો સૌથી અમીર ભારતીય મૂળનો અબજોપતિ પરિવાર એટલે હિન્દુજા પરિવાર
- પરિવારના ચાર સભ્યોને જેલમાં ધકેલી દેવાતા તેઓએ હાઈકોર્ટના દરવાજા ખટખડાવ્યા
જિનીવા, 22 જૂન: બ્રિટનના સૌથી ધનિક ભારતીય મૂળના અબજોપતિ હિન્દુજા પરિવારના ચાર સભ્યોને આજે શનિવારે સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા ખાતેના તેમના વૈભવી વિલામાં ઓછા પગારવાળા નોકરોનું શોષણ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. પરિવારના પ્રકાશ હિન્દુજા અને તેમના પત્ની કમલ હિન્દુજાને કોર્ટ દ્વારા સાડા ચાર વર્ષની સજા ફટકારવામાં આવી છે, તેઓ નાદુરસ્ત તબિયતના કારણે ટ્રાયલમાં હાજર રહ્યા ન હતા.
હિન્દુજા પરિવારનું નિવેદન
જો કે, હિન્દુજા પરિવારનું કહેવું છે કે, સ્વિસ કોર્ટ દ્વારા કેટલાક સભ્યોને જેલની સજા આપવાના નિર્ણયથી તેઓ ચોંકી ગયા છે અને હવે તેમણે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી છે, જેમાં તેમણે જિનીવામાં તેમના વિલામાં ભારતથી આવેલા નબળા ઘરેલું શ્રમિકો પર શોષણ કરવા મામલે દોષિત ઠેરવવામાં આવ્યા છે.
જેલની સજા અંગે વકીલોએ શું કહ્યું?
શુક્રવારે પરિવાર દ્વારા જારી કરાયેલા નિવેદનમાં સ્વિસ વકીલોએ જણાવ્યું હતું કે, તેમના ક્લાયન્ટ પ્રકાશ અને કમલ હિન્દુજા, તેમના પુત્ર અજય અને તેમના પત્ની નમ્રતાને માનવ તસ્કરીના આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે. તેમણે મીડિયાના એ અહેવાલોને પણ ફગાવી દીધા કે જિનીવાની અદાલતના રિપોર્ટ પછી પરિવારના કોઈ પણ સભ્યની અટકાયત કરવામાં આવી શકે છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ચારેયને સાડા ચાર વર્ષની જેલની સજા ફટકારી આવી છે.
હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો
જોકે, આ કેસ અંગે હિન્દુજાના વકીલોએ જણાવ્યું હતું કે, તેમના ક્લાયન્ટને માનવ તસ્કરીના તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. અમે આ પ્રથમ દ્રષ્ટિએ અદાલત દ્વારા લેવામાં આવેલા નિર્ણયના બાકીના ભાગથી સ્તબ્ધ અને નિરાશ છીએ અને અમે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી છે, જેમાં નિર્ણયના આ ભાગ અસરકારક રહેશે નહીં. એટર્ની યેલ હયાત, રોબર્ટ એસેલ અને રોમન જોર્ડન દ્વારા હસ્તાક્ષર કરાયેલ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
વકીલોએ કહ્યું કે, સ્વિસ કાયદા હેઠળ, જ્યાં સુધી સુપ્રીમ ટ્રિબ્યુનલ દ્વારા અંતિમ નિર્ણય અમલમાં ન આવે ત્યાં સુધી નિર્દોષતાની ધારણા સર્વોપરી છે. કેટલાક મીડિયા અહેવાલોથી વિપરીત, પરિવારના કોઈ સભ્યોની અસરકારક રીતે અટકાયત કરવામાં આવી નથી.
હિન્દુજા પરિવાર કોણ છે?
મહત્ત્વપૂર્ણ છે કે, 1914 માં, બ્રિટિશ રાજ દરમિયાન ભારતના સિંધ પ્રદેશમાં, પરમાનંદ દીપચંદ હિન્દુજાએ કોમોડિટી-વેપારનો વ્યવસાય સ્થાપ્યો હતો, જે ટૂંક સમયમાં તેમના ચાર પુત્રોએ વિસ્તાર્યો હતો. શરૂઆતમાં તેમને બોલિવૂડ ફિલ્મોને આંતરરાષ્ટ્રીય સ્તરે વિતરણ કરવામાં સફળતા મળી. સૌથી મોટા પુત્ર શ્રીચંદનું 2023માં અવસાન થયું હતું. હિન્દુજા પરિવાર મીડિયા, એનર્જી અને ફાઇનાન્સ સેક્ટરમાં મોટો બિઝનેસ ધરાવે છે. તેમની ભારત સરકારની છ કંપનીઓમાં હિસ્સો છે. તેમની સામૂહિક સંપત્તિ ઓછામાં ઓછી રૂ. 1 લાખ 16 હજાર 200 કરોડ ($14 બિલિયન) છે, જે તેમને એશિયાના ટોચના 20 ધનાઢ્ય પરિવારોમાં સ્થાન આપે છે. પ્રકાશ હિન્દુજા અને તેમના ભાઈઓ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, મીડિયા, પાવર, રિયલ એસ્ટેટ અને હેલ્થકેર સેક્ટરમાં ફેલાયેલા ઔદ્યોગિક સમૂહની દેખરેખ રાખે છે. ફોર્બ્સનો અંદાજ છે કે, હિન્દુજા પરિવારની કુલ સંપત્તિ લગભગ $20 બિલિયન છે.
નોકરોનું શોષણ કરવાનો આરોપ, તેઓની હાલત શ્વાન કરતા પણ ખરાબ
પરિવારજનો પર તેમના નોકરોનું શોષણ કરવાનો આરોપ છે. જે મુજબ, તેઓ તેમના પાસપોર્ટ જપ્ત કરી લેતા અને તેમને વિલા છોડવાથી મનાઈ કરતાં તેમજ તેમને સ્વિટ્ઝર્લેન્ડમાં ખૂબ ઓછા પૈસા માટે ખૂબ લાંબા કલાકો સુધી કામ કરવાની ફરજ પડતાં હતા.
એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, કેટલાક શ્રમિકો કથિત રીતે માત્ર હિન્દી બોલતા હતા અને તેમને ભારતીય રૂપિયામાં પગાર ચૂકવવામાં આવતો હતો, જે તેઓ ક્યારેય એકત્રિત કરી શકતા ન હતા. ટ્રાયલ દરમિયાન, ફરિયાદીઓએ આરોપ મૂક્યો હતો કે, પરિવારે તેમના નોકર કરતાં તેમના કૂતરાઓ પર વધુ ખર્ચ કરતાં હતા.
આ પણ જુઓ: શું ફ્લાઈટ બુકિંગ પણ હવે વૉટ્સએપથી થઈ શકશે? જાણો કઈ એરલાઈન્સે શરૂ કરી આ સુવિધા