ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો, આગામી 5 દિવસ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા

Text To Speech

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલે આકરી ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો. આકરા તડકાની વચ્ચે ગરમ પવનના લીધે લોકો ગરમીમાં શેકાઈ ગયા હતા. રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. રાજ્યમાં બપોરના સુમારે હવે રસ્તાઓ સૂમસામ બનવા લાગ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા કચ્છ અને પોરબંદરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : ધો. 9 થી 12 ના 25000 વિદ્યાર્થીઓને જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ શિષ્યવૃત્તિ અપાશે
5 - Humdekhengenews

આ પણ વાંચો : હીટ સ્ટ્રોકના 11 ચિંતાજનક ચિહ્નો અને લક્ષણો જેને તમારે અવગણવા ન જોઈએ

ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ તાપમાન આણંદ જિલ્લાના વલ્લભવિદ્યાનગર ખાતે 44.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદ શહેરમાં પણ મહત્તમ તાપમાન 43.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ છે. રાજ્યમાં હજુ પણ આગામી પાંચ દિવસ કેટલાક ભાગોમાં આકરી ગરમી પડવાની શક્યતા છે. રાજ્યના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી 5 દિવસ તાપમાન 42 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. ગઈકાલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો ત્યારે આગામી દિવસોમાં પણ તાપમાનઆ વધવાની શક્યતાઓ રહેલી છે.

Back to top button