ડીસામાં બાઇક અને જીપડાલા વચ્ચે અકસ્માત થતાં ચાર ઈજાગ્રસ્ત


પાલનપુર 10 જાન્યુઆરી 2024: ડીસામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બાઈક સવાર ઠક્કર પરિવારને જીપડાલાના ચાલકે ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોને ગંભીર ઈજા પહોંચતી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ડીસામાં રહેતા પ્રકાશ ઠક્કર તેમની પત્ની અને બે બાળકો સાથે બાઇક લઈને વેલુનગર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે જીપડાલાના ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક સવાર પતિ-પત્ની અને બે બાળકો સહિત ચારેય લોકો રોડ પર પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળે ટોળા એકઠા થઈ રાહત કામગીરી શરૂ કરી હતી અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અકસ્માતમાં પ્રકાશભાઈ સહિત તેમના પરિવારને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા હાલ સારવાર હેઠળ છે.
આ પણ વાંચો : અમદાવાદના ફ્લાવર શોને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું, ચીનનો રેકોર્ડ તોડી નાંખ્યો