ટોપ ન્યૂઝટ્રાવેલનેશનલ

ઈન્ડિયન મુજાહિદ્દીનના ચાર આતંકવાદીઓને 10-10 વર્ષની સજા, દિલ્હીની કોર્ટે આપ્યો ચુકાદો

Text To Speech

દિલ્હીની એક કોર્ટે બુધવારે ઈન્ડિયન મુજાહિદ્દીન (IM)ના ચાર આતંકવાદીઓને 10 વર્ષની જેલની સજા ફટકારી છે. વિશેષ ન્યાયાધીશ શૈલેન્દ્ર મલિકે દાનિશ અંસારી, આફતાબ આલમ, ઈમરાન ખાન અને ઓબેદ-ઉર-રહેમાનને IPC અને UAPAની વિવિધ કલમો હેઠળ સજા સંભળાવી. NIA અનુસાર, 2012માં દેશભરમાં આતંકવાદી હુમલા કરીને આ તમામ આતંકવાદીઓ સરકાર વિરુદ્ધ યુદ્ધ છેડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

સ્પેશ્યલ કોર્ટે 10 જુલાઈના રોજ તમામને દોષિત ઠેરવ્યા હતા. NIAએ સપ્ટેમ્બર 2012માં IPC કલમ 121A (ભારત સરકાર સામે યુદ્ધ કરવા માટેનું કાવતરું) અને 123 (ષડયંત્રમાં સહયોગ કરવો) હેઠળ કેસ નોંધ્યો હતો. તેની સામે કલમ 17 (આતંકવાદ માટે ભંડોળ એકત્ર કરવા), 18 (આતંક ફેલાવવાનું કાવતરું), 18A (આતંકવાદી કેમ્પ સ્થાપવા), 18B (આતંકવાદ માટે લોકોની ભરતી) અને 20 (આતંકવાદી સંગઠનનો સભ્ય હોવા) હેઠળ પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આક્ષેપો કરવામાં આવ્યા હતા. આરોપોમાં આજીવન કેદની મહત્તમ સજાની જોગવાઈ છે.

આ પણ વાંચો: ભારતીય સેનામાં જોડાવા માંગતા યુવાઓ માટે મોટા સમાચાર, જાણો વિગત

Back to top button