જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક મામલે ATSમાં 406, 420 409 અને 120 બી હેઠળ ગુનો નોંધાયો છે. જેમાં ગુજરાતના છ લોકો સહિત 16 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ ઓરિસ્સાનો પ્રદીપ નાયક પેપર લીક કાંડનો મુખ્ય સૂત્રધાર છે. જેમાં રાજ્ય બહાર હજુ એક આરોપીને પકડવા તજવીજ હાથ ધરાઇ છે. તેમજ વડોદરાનો ભાસ્કર ચૌધરી અગાઉ પણ પેપર લીક કાંડમાં સીબીઆઇના હાથે પકડાઈ ચૂક્યો છે.
આ પણ વાંચો: પેપર લીક કેસમાં મોટા સમાચાર, માસ્ટર માઇન્ડ અમદાવદનો કેતન બારોટ
જીત નાયક સાથે કુલ 15 લોકોની ધરપકડ કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે રાજ્ય બહારના પ્રિન્ટિંગ પ્રેસ અંગે પણ તપાસ કરવામાં આવશે. જેમાં પેપર લીક કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. તેમજ પેપર લીક કનેક્શનમાં ચાર ગ્રુપ સામે આવ્યા છે. તેમાં કેતન અને ભાસ્કરનું ગ્રુપ એજ્યુકેશન કન્સલ્ટન્સી સાથે જોડાયેલું છે. જેમાં ગુજરાતી આરોપીઓ કેતન અને ભાસ્કર સાથે કનેક્ટેડ છે. તથા પ્રદીય નાયકનું એક ગ્રુપ ઓડિશામાં સક્રિય છે. તથા મોરારી પાસવાનના ગ્રુપમાં સાતથી આઠ લોકો ઝડપાયા છે. જીત નાયકનું અન્ય ગ્રુપ પ્રેસ સાથે જોડાયેલું છે. જેમાં જીત નાયક સાથે કુલ 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: પેપર લીક કાંડ: 9 લાખ ઉમેદવારોના ભાવી સાથે ચેડાં કરનાર દંપતીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સભ્ય રાજીકા કચેરિયાએ કહી ખાસ વાત:
સમગ્ર મામલે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સભ્ય રાજીકા કચેરિયાએ જણાવ્યું હતું કે, પેપર લીક થયાની વાત મોડી રાત્રે ખબર પડી હતી, ત્યારપછી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમનો દાવો છે કે, પેપરલીક માટે જવાબદાર લોકો ગુજરાતની બહારના છે અને ગુજરાત પોલીસ અને એસઓજી દ્વારા છેલ્લાં 72 કલાકથી તેમના પર નજર રાખવામાં આવી રહી હતી. અને આખરે તેમને પકડી લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: પેપર લીક કાંડ: આજની સત્ય ઘટના, સામાન્ય પ્રજાનું દર્દ અને એમનો અવાજ
રાજિકા કચેરિયાએ પરીક્ષા પ્રક્રિયાની પારદર્શિતા વિશે વાત કરી
આ અંગે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જે પણ અસામાજિક તત્ત્વો છે એ લોકો કોઈ પણ પરીક્ષા યોજાય, ત્યારે સક્રિય થઈ જતા હોય છે, આ સમયે આખી ટોળકી ગુજરાત બહારની હતી અને ગુજરાત બહાર આ પેપર લીક થયું છે. રાજિકા કચેરિયાએ પરીક્ષા પ્રક્રિયાની પારદર્શિતા વિશે વાત કરતાં કહ્યું, “આ એક ખાનગી પ્રક્રિયા હોય છે. જેણે પણ આ પેપર લીક કર્યું છે તેમને સજા જરૂર થશે અને ફરીથી આ પરીક્ષા યોજવામાં આવશે. પરીક્ષાર્થીઓની ચિંતા હોવાના કારણે જ સરકારે પરીક્ષા મોકૂફ રાખી છે. આવી પરીક્ષા માટેની સિસ્ટમ ઘણી લાંબી હોય છે, જેમાં 9 લાખ જેટલી અરજીઓ હતી, 7 લાખ જેટલા ઉમેદવારો અને 70 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ સહિતના કર્મચારીઓ લગભગ 6 મહિનાથી આ કામમાં લાગી ગયા હતા.