ઉત્તર ગુજરાત

થરાદના નાગલા ગામે પાણી ભરાતા ચાર પરિવારનું સ્થળાંતર, અમીરગઢના સવાનીયા ગામમાં આવન- જાવન બંધ

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી પડી રહેલા ભારે વરસાદના કારણે થરાદ તાલુકાના નીચાણવાળા ગામ નાગલામાં પાણી ભરાયા છે. આ ગામમાં દર વર્ષે ચોમાસામાં વરસાદના પાણી ભરાય છે. જેને લઈને અનેક પરિવારોને કફોડી સ્થિતિમાં મુકાઈ જતા હોય છે. જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદના પગલે નાગલા ગામમાં વરસાદી પાણીથી કોઇ જાનમાલને નુકશાન થયું નથી પરંતું સલામતિ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ ચાર કુંટુંબોને ઉંચાણવાળી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે અને તેમના માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

સરપંચ અને તલાટી સતત ગ્રામજનોના સંપર્કમાં

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી પડી રહેલા ભારે વરસાદના કારણે અમીરગઢ વિસ્તારમાં વહેતી બનાસ નદીમાં ભારે માત્રામાં પાણીઓ આવરો થઇ રહ્યો છે. અમીરગઢ તાલુકાના બબુકરી, કલેડી અને ખડેડા ગામના નદીના વહેણમાં ભારે પૂર જેવી સ્થિતિ સર્જાતા હાલમાં રબારિયા ગ્રામ પંચાયતનું સવાનીયા ગામમાં આવન- જાવન થઈ શકે તેમ નથી. જોકે સવાનીયા ગામમાં હાલ કોઇ જાનહાની કે નુકશાનની સમાચાર નથી તથા રબારીયા ગામના સરપંચ અને તલાટી સતત ગ્રામજનોના સંપર્કમાં છે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ ગામો પર સીધી નજર રાખવામાં આવી રહી છે.

Back to top button