રામ રાખે તેને કોણ ચાખે. આ કહેવત એમેઝોનના જંગલમાં વિમાન અકસ્માતના 40 દિવસ પછી સાચી પડી છે. 1 મેએ વિમાન અકસ્માત થયા બાદ ચાર બાળક જીવતા મળી આવ્યા છે. કઇ પણ ખાદ્યા પીધા વગર આ બાળકો એમેઝોનના જંગલમાં જીવિત રહ્યા હતા.
ઘટનાના 40 દિવસો પછી એમેઝોનના જંગલમાંથી 4 બાળકોને સુરક્ષિત મળી આવ્યા:
એમેઝોનના જંગલમાં 1 મેએ સિંગલ એન્જિન વિમાન ક્રેશ થઇ ગયુ હતુ. તે દરમિયાન વિમાનમાં 6 મુસાફર સહિત 1 પાયલટ હાજર હતા. જેમાંથી ત્રણ લોકોના દુર્ઘટનામાં મોત થયા હતા. તે બાદ ઘટનાના 40 દિવસો પછી એમેઝોનના જંગલમાંથી 4 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા છે. એમેઝોનના જંગલમાંથી બચાવવામાં આવેલા બાળકોની ઉંમર 13,9,4 અને એક નવજાત બાળક સામેલ છે.
જંગલમાંથી રેસક્યૂ કરવામાં આવેલા બાળક ખરાબ હાલતમાં હતા, તે લોકોના શરીરમાં પાણીની કમી હતી, કીડાઓએ શરીરને કરડી ખાદ્યુ હતુ. કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ આ જાણકારી આપી છે બચાવ દળે ચાર બાળકોનું એમેઝોનના જંગલમાંથી રેસક્યૂ કર્યુ છે. આ તમામ બાળક 40 દિવસ પહેલા વિમાન દૂર્ઘટનાનો શિકાર બન્યા હતા.
40 દિવસથી બચાવ કાર્ય ચાલતુ રહ્યું:
રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ કહ્યુ કે આ બાળકોને શોધવા માટે છેલ્લા 40 દિવસથી બચાવ કાર્ય ચાલતુ હતુ. તેની માટે અમારી સરકારે મહેનત કરી છે. રાષ્ટ્રપતિ પેટ્રોએ ક્યૂબાથી બોગોટા પરત ફરતા પત્રકારોને કહ્યું કે બાળકોને જ્યારે જંગલમાં શોધવામાં આવ્યા ત્યારે તે એકલા હતા. હવે તેમની સારવાર ચાલી રહી છે. વિમાન અકસ્માત 1 મેએ થયો હતો. સેસના સિંગલ એન્જિન પ્રોપેલર પ્લેનનું એન્જિન અચાનક ખરાબ થઇ જતા દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ હતુ.
આ પણ વાંચો: ગરમી અને માવઠાંથી દેશમાં ચાર મહિનામાં 233 લોકોએ જીવ ગુમાવ્યો