ગુજરાત

ઉમરેઠના રતનપુરાની સીમમાંથી પસાર થતી કેનાલમાં ચાર બાળકો ડૂબ્યાં; 2નો ચમત્કારિક બચાવ, 2નાં મોત

Text To Speech

ઉમરેઠઃ રતનપુરા ગામે ચાર બાળકો ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગામની સીમમાંથી પસાર થતી મોટી કેનાલમાં ન્હાવા માટે પડ્યાં હતા. કેનાલમાં પાણીનો ફોર્સ વધુ હોવાથી બે બાળકો પાણીમાં ખેંચાઇ ગયા હતા. ત્યારે અન્ય બાળકો બૂમાબૂમ કરતાં રસ્તે પસાર થતા તેમજ નજીક રહેતા લોકોએ બે બાળકોને બચાવી લીધા હતા. જ્યારે બે બાળકો ડૂબી જતાં તેઓનું મોત નિપજ્યું હતું. જેના પગલે ગામમાં શોક છવાઇ ગયો હતો.

બંને મૃતદેહ શોધવામાં આવ્યા હતા
ગ્રામજનોએ સોમવાર સાંજ સુધી એક બાળકનો મૃતદેહ નહેરમાં શોધી કાઢ્યો હતો. જ્યારે બીજા બાળકનો મૃતદેહ નહી મળતાં આણંદ ફાયરબ્રિગેડની ટીમને જણ કરતાં ટીમે રતનપુરા પહોંચીને કેનાલમાં શોધખોળ હાથધરી હતી. એક કિમી દૂરથી બીજા બાળકો મંગળવારે મૃતદેહ મળી આવ્યો હતો. બાળકના મૃતદેહને પરિવારજનો સોંપવામાં આવ્યો હતો. ઉમરેઠ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી
ઉમરેઠ તાલુકાના રતનપુરા ગામના હર્ષદભાઇ સુરેશભાઇ ભોઇ (ઉ.વ.14) અને તેના અન્ય ત્રણ મિત્રો ગરમીમાં ઠંડક મેળવવા માટે ગામની સીમમાંથી પસાર થતી મોટી નહેરમાં ન્હાવા માટે ગયા હતા. ત્યારે બાળકો ડૂબવા લાગ્યા હતા. ત્યારે આણંદ ફાયરબ્રિગેડને ઉમરેઠ તાલુકા પંચાયતના દિપીકાબેન પટેલે આણંદ ફાયરને જાણ કરવામાં આવી હતી. જેથી મંગળવારે સવારે આણંદ ફાયરબ્રિગેડની ટીમે કેનાલ તપાસ હાથધરી હતી. એક કિમી દૂરથી હર્ષદ ભોઇ નામના બાળકો મૃતદેહ મળી આવ્યો હતો, જે તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો છે.

Back to top button