ટોપ ન્યૂઝવર્લ્ડ

US પ્રેસિડન્ટ પદના પૂર્વ ઉમેદવાર તુલસી ગબાર્ડે ડેમોક્રેટિક પાર્ટી છોડવાની જાહેરાત કરી, પક્ષ પર વંશીયકરણનો આરોપ લગાવ્યો

Text To Speech

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ પદના પૂર્વ ઉમેદવાર તુલસી ગબાર્ડે મંગળવારે ડેમોક્રેટિક પાર્ટી છોડી દેવાની જાહેરાત કરી છે. તુલસી ગબાર્ડે પાર્ટી પર દેશના દરેક મુદ્દાને વંશીયકરણ કરવાનો આરોપ લગાવ્યો છે. ગબાર્ડે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરેલા લગભગ 30 મિનિટના વીડિયોમાં આ જાહેરાત કરી છે.

ડેમોક્રેટિક પાર્ટી જાતિવાદ માટે જવાબદારઃ ગબાર્ડ
તુલસી ગબાર્ડે ડેમોક્રેટિક પાર્ટીને જાતિવાદ માટે જવાબદાર ઠેરવતા કહ્યું છે કે તેઓ હવે આ પાર્ટીના સભ્ય રહી શકશે નહીં. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં તેમણે કહ્યું કે, હું ડેમોક્રેટિક પાર્ટીમાં રહી શકતી નથી, આ પાર્ટી હવે કાયરતાથી પ્રેરિત છે. તેઓ દરેક મુદ્દાને વંશીય બનાવીને અને શ્વેત વિરોધી જાતિવાદને ઉશ્કેરીને આપણને વિભાજિત કરે છે.

અન્ય ડેમોક્રેટ્સને સમર્થન આપવા માટે અપીલ 
ગબાર્ડે આગળ તેમના સાથી ડેમોક્રેટ્સને તેમની સાથે જોડાવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે તેમના સાથીઓએ પણ પાર્ટી છોડી દેવી જોઈએ. જોકે, તેમણે હજુ સુધી તેમની નવી રાજકીય યોજનાઓ કે રિપબ્લિકન પાર્ટીમાં જોડાવાની કોઈ માહિતી આપી નથી.

લોકો માટે કામ કરતી સરકાર પર વિશ્વાસ
દેશમાં લોકોની મૂળભૂત સ્વતંત્રતાઓને ક્ષીણ કરવા માટે ડેમોક્રેટિક પાર્ટીની ટીકા કરતા, ગબાર્ડે કહ્યું કે તે એવી સરકારમાં માને છે જે લોકો માટે છે, જો કે, આજની ડેમોક્રેટિક પાર્ટી આ મૂલ્યો સાથે ઊભી નથી.

કોણ છે તુલસી ગબાર્ડ?
તુલસી ગબાર્ડનો જન્મ હવાઈમાં થયો હતો, જ્યાં તેઓ 21 વર્ષની ઉંમરે હવાઈ સ્ટેટહાઉસ માટે ચૂંટણી લડી. અગાઉ, તેઓ કોઈપણ પ્રકારની રાજનીતિ સાથે સંકળાયેલી નહોતા. તેઓ છેલ્લા 20 વર્ષથી ડેમોક્રેટ પાર્ટી સાથે જોડાયેલા હતા. તુલસી ગબાર્ડ યુએસ કોંગ્રેસમાં પ્રમુખપદની ચૂંટણી લડનાર પ્રથમ હિન્દુ ધારાસભ્ય હતા. ગબાર્ડે 2004થી 2005 દરમિયાન ઇરાકમાં યુદ્ધ દરમિયાન હવાઈ આર્મી નેશનલ ગાર્ડના ફિલ્ડ મેડિકલ યુનિટમાં પણ સેવા આપી હતી અને 2008 થી 2009 સુધી કુવૈતમાં તહેનાત હતા.

Back to top button