ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા ભારતની મુલાકાતે આવશે, જાણો ક્યા રાજ્યમાં યોગ કેન્દ્રનો શિલાન્યાસ કરશે

Text To Speech
  • અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા ભારતની મુલાકાતે આવશે
  • કર્ણાટકના માંડ્યામાં યોગ કેન્દ્રનો શિલાન્યાસ કરશે

કર્ણાટકના માંડ્યા જિલ્લામાં નવુ યોગ કેન્દ્ર બનવા જઈ રહ્યુ છે. જે બનાવી રહેલા ભુતાયી ટ્ર્સ્ટના અધ્યક્ષ અને અમેરિકન ડોકટર લક્ષ્મી નરસિમ્હામૂર્તિના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ કર્ણાટકના મુખ્યમંત્રી સિધ્ધારમૈયાને મળ્યું હતુ. આ પ્રતિનિધિ મંડળે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિની સંભવિત મુલાકાત અંગે ચર્ચા કરી હતી. નવા યોગ અને ધ્યાન કેન્દ્રનો શિલાન્યાસ ઓબામા તેમજ દલાઈ લામાના હસ્તે થવા જઈ રહ્યો છે. જેને લઈ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા ભારતની મુલાકાતે આવનાર છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા ભારતની મુલાકાતે
પ્રાપ્ત વિગતો અનુસાર,અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા ભારતની મુલાકાતે આવશે, આ રાજ્યમાં યોગ કેન્દ્રનો શિલાન્યાસ કરશે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા ભારતની મુલાકાતે આવનાર છે. તેઓ ડિસેમ્બર મહિનામાં કર્ણાટક રાજ્યમાં જવાના છે. જ્યાં તેઓ બૌધ્ધ ધર્મગુરુ દલાઈ લામા સાથે આંતરરાષ્ટ્રીય યોગ અને ધ્યાન કેન્દ્રનો શિલાન્યાસ કરશે.

પીએમ મોદીએ તાજેતરમાં અમેરિકાની મુલાકાત લીધી
મહત્વનું છે કે, પીએમ મોદીએ તાજેતરમાં અમેરિકાની મુલાકાત લીધી તે સમયે બરાક ઓબામા ચર્ચામાં આવ્યા હતા. તેમણે ભારતમાં ધર્મની આઝાદી પર સવાલો ઉઠાવ્યા હતા અને તેના કારણે ભારતમાં લોકોએ સોશિયલ મીડિયા પર ઓબામાને નિશાન બનાવ્યા હતા. ભારતના મંત્રીઓએ પણ ઓબામા પર ચાબખા માર્યા હતા.તે સમયે ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે તો ત્યાં સુધી કહ્યું હતું કે, ઓબામાએ ભુલવુ ના જોઈએ કે ભારત એક માત્ર એવો દેશ છે જે આ દુનિયામાં રહેનારા તમામ લોકોને પરિવારના સભ્ય તરીકે ગણે છે.

આ પણ વાંચો : ગ્રીસે પીએમ મોદીને ગ્રાન્ડ ક્રોસ ઓફ ઓર્ડર ઓફ ઓનરથી સન્માનિત કર્યા, વડાપ્રધાને માન્યો આભાર

Back to top button