- વેંકટરામનને 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા
- વેંકટરામનન RBI ના 18મા ગવર્નર હતા
- વેંકટરામનને 1990 થી 1992 સુધી પદ સાંભળ્યું હતું
ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ભૂતપૂર્વ ગવર્નર એસ.વેંકટરામનનનું લાંબી માંદગી બાદ શનિવારે સવારે અવસાન થયું છે. તેઓ 92 વર્ષના હતા. વેંકટરામનન આરબીઆઈના 18મા ગવર્નર હતા અને 1990 થી 1992 સુધી આ પદ સંભાળ્યું હતું. તેમણે 1985 થી 1989 દરમિયાન નાણા મંત્રાલયમાં નાણા સચિવ તરીકે પણ સેવા આપી હતી. તેમના પરિવારમાં તેમની બે પુત્રીઓ ગિરિજા અને સુધા છે. તેમની પુત્રી ગિરિજા વૈદ્યનાથનક તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય સચિવ રહી ચૂક્યા છે.
એસ.વેંકટરામનનનો જન્મ 1931માં નાગરકોઇલમાં થયો હતો, જે તે સમયે ત્રાવણકોરના રજવાડાનો ભાગ હતો. તેમણે એવા સમયે દેશની સેન્ટ્રલ બેંકનો હવાલો સંભાળ્યો જ્યારે દેશ ગંભીર ચુકવણી સંકટનો સામનો કરી રહ્યો હતો. પોતાની વેબસાઈટ પર વેંકટરામનનના કાર્યકાળનું વર્ણન કરતાં RBIએ કહ્યું, ‘દેશે તેમના કાર્યકાળ દરમિયાન વૈશ્વિક મોરચે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમના મેનેજમેન્ટે દેશને બેલેન્સ ઓફ પેમેન્ટ કટોકટીમાંથી બહાર કાઢ્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન, ભારતે IMFના સ્થિરીકરણ કાર્યક્રમને અપનાવ્યો, જ્યાં રૂપિયાનું અવમૂલ્યન થયું અને આર્થિક સુધારાના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા.