ટ્રેન્ડિંગનેશનલ

પંજાબ કોંગ્રેસના પૂર્વ MLA કુલબીર ઝીરાની વહેલી સવારે ધરપકડ

Text To Speech

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુલબીર સિહં ઝીરાની ધરપકડ કરવામાં આવી છે. વહેલી સવારે 5 વાગ્યે પંજાબ પોલીસે કુલબીર સિંહના ઘરે દરોડા પાડી તેમની ધરપકડ કરી હતી. પૂર્વ ધારાસભ્ય કુલબીર ઝીરા પર થોડા દિવસો પહેલા BDPO ઓફિસની અંદર વિરોધ પ્રદર્શન કરવાનો આરોપ છે અને ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય અને તેમના સહયોગીઓ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, કુલબીર ઝીરા કોંગ્રેસ સરકારમાં વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.

પૂર્વ ધારાસભ્ય કુલબીર ઝીરા પર સરકારી કામમાં વિક્ષેપ પાડી સત્તાવાર રેકોર્ડને નુકસાન પહોંચાડવાનો આરોપ છે. તેઓએ તેમના સમર્થકો સાથે બ્લોક ડેવલપમેન્ટ ઓફિસમાં બળજબરીથી ઘૂસી ગયા હતા. આ આરોપસર ગુનો નોંધી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એક મીડિયા રિપોર્ટ મુજબ, કુલબીર ઝીરા આજે સરન્ડર કરવાના હતા. તેમની તરફથી કહેવામાં આવ્યું હતું કે તેઓ ધન-ધન બાબા બુઢા સાહેબ ગુરુદ્વારાના દર્શન કર્યા બાદ સરન્ડર કરશે. પરંતુ પોલીસે કાર્યવાહી કરી આજે સવારે 5 વાગ્યે તેમની ધરપકડ કરી હતી.

આ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલ ખેહરાની કરાઈ હતી ધરપકડ

28 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલ ખેહરાની ચંદીગઢ સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરાઈ હતી. સુખપાલ ખેહરાને 2015ના ડ્રગ સ્મગલિંગ કેસમાં જલાલાબાદ કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. કેસ અંગે ખેરાનું કહેવું છે કે તેમને ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે તેમની સામે જારી કરાયેલા સમન્સને ફગાવી દીધા હતા.

આ પણ વાંચો:અમૃતપાલ સિંહને પકડવા પંજાબ સરકારે કેન્દ્ર પાસે માંગી મદદ, શું રણનીતિ બનાવી ? 

Back to top button