પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને કર્યા પીએમ મોદીના વખાણ, પ્રશંસામાં કહ્યુ…
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેમણે પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારના મુદ્દા પર વાત કરી હતી. ઈમરાન ખાને ભ્રષ્ટાચારના મુદ્દે પાકિસ્તાન મુસ્લિમ લીગના સુપ્રીમો નવાઝ શરીફ સાથે તેમની સરખામણી કરતા પીએમ મોદીની પ્રશંસા કરી હતી. ત્યારે ઈમરાન ખાનનો જાહેર સભાને સંબોધિત કરતો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે નવાઝ શરીફની પાકિસ્તાનની બહાર અન્ય દેશોમાં રહેલી પ્રોપર્ટી વિશે વાત કરી રહ્યો છે.
નવાઝ શરીફ પર પ્રહાર કર્યા
વીડિયોમાં ઈમરાન ખાને નવાઝ શરીફ પર પ્રહાર કરતા કહ્યું કે, ‘નવાઝ સિવાય દુનિયાના અન્ય કોઈ નેતાની પાસે અબજોની સંપત્તિ નથી. મને એવા દેશ વિશે કહો કે જેના વડાપ્રધાન અથવા નેતાની દેશની બહાર અબજોની સંપત્તિ છે. પણા પાડોશી દેશમાં પણ પીએમ મોદીની ભારત બહાર કેટલી સંપત્તિ છે?’
ઈમરાને પીએમ મોદીના વખાણ કર્યા
ઈમરાન ખાને કહ્યું, ‘કોઈ કલ્પના પણ ન કરી શકે કે નવાઝની વિદેશમાં કેટલી સંપત્તિ છે. તેમજ પીએમ મોદીની સરખામણી કરતા ઈમરાન ખાને ભારત અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. ત્યારે આ પેહલી વાર નથી કે ઈમરાને પીએમ મોદીના વખાણ કર્યા હોય. જે અગાઉ પણ તેઓ પીએમના વખાણ કરી ચુક્યા છે. રશિયા પાસેથી સબસિડીવાળું તેલ ખરીદવા બદલ પ્રશંસા કરવામાં આવી હતી. ઈમરાન ખાન પણ ભારતની વિદેશ નીતિના વખાણ કરતા જોવા મળ્યા છે. ઈમરાન ખાને ટ્વીટ કર્યું, “ક્વાડનો ભાગ હોવા છતાં, ભારતે યુએસ પર દબાણ જાળવી રાખ્યું અને જનતાને રાહત આપવા માટે સબસિડીવાળા રશિયન તેલની ખરીદી કરી.સ્વતંત્ર વિદેશ નીતિની મદદથી અમારી સરકાર આ જ હાંસલ કરવા માટે કામ કરી રહી છે.
ભારત મહાસત્તા પર કોઈ શરતો લાદી શકે નહીં
અગાઉ, એપ્રિલમાં પણ, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડાએ ભારતને “ખુદ્દર કૌમ” (ખૂબ જ સ્વાભિમાની લોકો) તરીકે વખાણ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોઈ પણ મહાસત્તા પાડોશી દેશ માટે શરતો નક્કી કરી શકે નહીં. ઈમરાન ખાને કહ્યું કે, અમને અને ભારતને સાથે મળીને આઝાદી મળી હતી, પરંતુ પાકિસ્તાનનો ઉપયોગ ટિશ્યુ પેપરની જેમ કરીને ફેંકવામાં આવે છે.
આ પણ વાંચો: રાજુ શ્રીવાસ્તવની આજે અંતિમ વિદાય, દિલ્હીના નિગમ બોધ ઘાટ પર થશે અંતિમ સંસ્કાર