ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ 4 વર્ષ બાદ લંડનથી પરત ફરશે પાકિસ્તાન

  • પાકિસ્તાનના લાહોરમાં નવાઝ શરીફ વિશાળ જનસભાને કરશે સંબોધન
  • જ્યાં સુધી જીતનો વિશ્વાસ નહીં થાય ત્યાં સુધી ચૂંટણી નહીં થવા દે નવાઝ શરીફ : ઈમરાન ખાન

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ 4 વર્ષ બાદ શનિવારે લંડનથી પોતાના દેશ પાકિસ્તાન પરત ફરી રહ્યા છે. નવાઝ શરીફ પહેલા ઈસ્લામાબાદ આવશે. ત્યાં લગભગ બે કલાક આરામ કરીને લાહોર પહોંચશે. જ્યાં નવાઝ શરીફ એક વિશાળ જનસભાને સંબોધન કરશે. નવાઝ શરીફને એવેનફિલ્ડ અને અલ-અઝીઝિયા કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા તેમજ તોશાખાના વાહન કેસમાં પણ ગુનેગાર જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ આ કેસોમાં કોર્ટ દ્વારા નવાઝ શરીફને જામીન મળી ગયા હતા. જેથી તે 2019માં સારવાર માટે યુકે પહોંચ્યા હતા. જેના અપડેટમાં બે દિવસ પહેલા જ ઈસ્લામાબાદ હાઈકોર્ટે નવાઝ શરીફના પાકિસ્તાન પરત ફરવાનો રસ્તો સાફ કરી દીધો હતો. કોર્ટે પૂર્વ વડાપ્રધાનને ભ્રષ્ટાચારના બે કેસમાં રક્ષણાત્મક જામીન આપ્યા છે. અન્ય કોર્ટે એક અલગ કેસમાં તેની સામે ધરપકડ વોરંટને સસ્પેન્ડ કરી દીધું છે.

 

નવાઝ શરીફ લાહોરમાં કરશે જનસભા !

લાહોરના મિનાર-એ-પાકિસ્તાનમાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેને નવાઝ શરીફ પણ સંબોધિત કરશે. પાર્ટીએ વિશાળ સભા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. નવાઝ શરીફ સૌથી પહેલા 12:40 વાગ્યે (પાકિસ્તાન સમય) ઈસ્લામાબાદ પહોંચશે. તેઓ ત્યાં ઈસ્લામાબાદ એરપોર્ટ નજીક મુસ્લિમ લીગ ગેસ્ટ હાઉસમાં 2 કલાક રોકાશે. જે બાદ તે લાહોર આવશે.

નવાઝ શરીફને હાલ કાયદાકીય રાહત મળી !

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝની કાનૂની ટીમને આશા છે કે, પૂર્વ પીએમ નવાઝ શરીફને પાકિસ્તાન પહોંચ્યા બાદ તરત જ જેલમાં જવું પડશે નહીં. કારણ કે, ઈસ્લામાબાદ હાઈકોર્ટે ગુરુવારે શરીફને કામચલાઉ રાહત આપી છે. નવાઝ શરીફને એવેનફિલ્ડ અને અલ-અઝીઝિયા ભ્રષ્ટાચારના કેસમાં 24 ઓક્ટોબર સુધી રક્ષણાત્મક જામીન આપવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટે તોશાખાના વાહન કેસમાં તેનું ધરપકડ વોરંટ પણ સસ્પેન્ડ કરી દીધું છે.

નવાઝ શરીફ પર વિપક્ષી દળોના પ્રહારો શરૂ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની વતન વાપસીની સાથે જ તેમની વાપસીનો વિરોધ પણ તેજ થઈ ગયો છે. વિરોધ પક્ષોએ તેમની ટીકા કરી છે. વાસ્તવમાં, તેમના સમર્થકો નવાઝ શરીફના પાકિસ્તાન પરત ફરવા અંગે જોર જોરથી ચર્ચા કરી રહ્યા છે અને તેમના સ્વાગતની તૈયારી કરી રહ્યા છે. તે જ સમયે, બે મુખ્ય વિપક્ષી દળોએ તેમના આગમન પર કરવામાં આવેલી કથિત વિશેષ વ્યવસ્થા પર પ્રહારો કર્યા છે.

જીતનો વિશ્વાસ નહીં આવે ત્યાં સુધી ચૂંટણી નહીં થવા દે નવાઝ શરીફ : ઈમરાન ખાન

ઇમરાન ખાનની આગેવાની હેઠળની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફે ટ્વિટર પર શુક્રવારે હેશટેગ ‘રિટર્ન ઓફ સર્ટિફાઇડ થીફ’ ચલાવ્યું અને પોસ્ટમાં દર્શાવવામાં આવ્યું કે, જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન કહી રહ્યા છે કે “જ્યાં સુધી નવાઝ શરીફને જીતનો વિશ્વાસ ન હોય ત્યાં સુધી તેઓ ચૂંટણીઓ થવા દેશે નહીં.”

 

આ પણ જાણો :ઇઝરાયેલ સાથેના યુદ્ધ વચ્ચે હમાસે પ્રથમ વખત બે અમેરિકન બંધકોને કર્યા મુક્ત

Back to top button