ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

એક દેશ-એક ચૂંટણી અંગેનો અહેવાલ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ મૂર્મૂને સોંપ્યો

Text To Speech
  • લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થવી જોઈએ તેવી ઉચ્ચ સ્તરીય સમિતિએ ભલામણ કરી

નવી દિલ્હી, 14 માર્ચ: પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિ(HLC)એ આજે ​ગુરુવારે ​એક દેશ-એક ચૂંટણી(One Nation, One Election) અંગે પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂને  સુપરત કર્યો છે. દેશભરમાં લોકસભા,રાજ્યોની વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓ માટે એકસાથે ચૂંટણી યોજવાની શક્યતા અંગે એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પેનલે ભલામણ કરી છે કે, પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે અને ત્યારબાદ બીજા તબક્કામાં 100 દિવસમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવામાં આવે.

 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂને 18,626 પાનાનો અહેવાલ સોંપવામાં આવ્યો

પેનલે તેનો 18,626 પાનાનો અહેવાલ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂને સોંપ્યો છે. આ અહેવાલ 2 સપ્ટેમ્બર, 2023ના રોજ તૈયાર થયા પછી હિતધારકો, નિષ્ણાતો અને 191 દિવસના સંશોધન કાર્ય સાથે વ્યાપક પરામર્શનું પરિણામ છે.

પેનલમાં કોનો-કોનો સમાવેશ કરવામાં આવ્યો છે?

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની આ પેનલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી (આઈ/સી) અર્જુનરામ મેઘવાલ અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ગુલામનબી આઝાદ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ જુઓ: CAAનો કાયદો ક્યારેય પરત લેવામાં આવશે નહીં: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

Back to top button