ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ પૂણેની હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શન અને તાવની ફરિયાદ

Text To Speech
  • પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ હવે સ્વસ્થ છે અને તેમની સારવાર ચાલી રહી છે: હોસ્પિટલના અધિકારી

પુણે(મુંબઈ), 14 માર્ચ: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને તાવ અને છાતીમાં ચેપની સારવાર માટે મહારાષ્ટ્રના પુણે શહેરની હોસ્પિટલમાં બુધવારે દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. 89 વર્ષીય પૂર્વ રાષ્ટ્રપતિને પુણેની ભારતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને તાવ અને છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ હતી. તેઓ હવે સ્વસ્થ છે અને તેમની સારવાર ચાલી રહી છે. તેમને ડોક્ટરોની કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

 

પ્રતિભા પાટીલ કેવી રીતે બન્યા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ

પ્રતિભા પાટિલ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા. તેણીએ 2007થી 2012 સુધી સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળ્યું હતું. UPAએ 2007માં પ્રતિભા પાટિલને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. એનડીએ તેમની વિરુદ્ધ ભૈરોસિંહ શેખાવતને મેદાનમાં ઉતાર્યા હતા. પ્રતિભા પાટીલે તેમને હરાવ્યા અને દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા હતા. પ્રતિભા પાટીલે ભારતનું સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળ્યું અને ભારતના બારમા રાષ્ટ્રપતિ બન્યા.

પૂર્વ પ્રમુખ પ્રતિભા પાટિલ વિશે મહત્ત્વપૂર્ણ વાતો:

  1. પ્રતિભા પાટીલે 21 જુલાઈ, 2007ના રોજ સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળ્યું હતું.
  2. 2012 સુધી, તેણીએ દેશના સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળ્યું હતું.
  3. પ્રતિભા પાટીલ તેમના કાર્યકાળ દરમિયાન મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત રહ્યા હતા 
  4. પ્રતિભા પાટીલે સાબિત કર્યું કે મહિલાઓ તમામ ક્ષેત્રોમાં શાનદાર પ્રદર્શન કરી શકે છે.

આ પણ જુઓ: CAAનો કાયદો ક્યારેય પરત લેવામાં આવશે નહીં: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

Back to top button