ટોપ ન્યૂઝવર્લ્ડ

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન

Text To Speech

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને સેના પ્રમુખ પરવેઝ મુશર્રફનું આજે નિધન થયું છે. પાકિસ્તાન મીડિયા અનુસાર મુશર્રફ છેલ્લા ઘણાં સમયથી બિમાર હતા અને તેમની દુબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જ્યાં તેમનું આજે નિધન થયા હોવાનો દાવો પાકિસ્તાન મીડિયા દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરવેઝ મુશર્રફ 20 જૂન 2001 થી 18 ઓગસ્ટ 2008 સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા.

ઘણાં સમય પહેલા મુશર્રફ ઘણા મહિનાઓથી હોસ્પિટલમાં દાખલ હતા જેના અંગે તેમના પરિવારે ટ્વિટર પર માહિતી આપતા કહ્યું હતું કે તે એમીલોઇડિસ નામની બીમારીથી પીડિત છે, જેના કારણે તેના તમામ અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું છે. હવે તેમની તબિયતમાં કોઈ જ સુધાર જોવા મળી રહ્યો નથી.

આ પણ વાંચો : પાકિસ્તાનના પૂર્વ PMનો સમર્થકોને આહ્વાન, જેલ ભરો તહરીકની તૈયારીઓ કરો 

પાકિસ્તાનના મીડિયાના અનુસાર ભૂતપૂર્વ જનરલ એમીલોઇડિસિસને કારણે મૃત્યુ પામ્યા હતા. તેમની બિમારીની કારણે તેમને છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમની દુબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

Pervez Musharraf Death Hum Dekhenege News

કોણ હતા પરવેઝ મુશર્રફ ?

ભારત વિરુદ્ધ કારગિલ યુદ્ધ દરમિયાન જનરલ પરવેઝ મુશર્રફ પાકિસ્તાનના આર્મી ચીફ હતા. તેમણે કારગીલને લઈને તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને અંધારામાં રાખ્યા હોવાનું માનવામાં આવે છે. નવાઝ શરીફ શ્રીલંકામાં હતા, ત્યારે મુશર્રફે 1999માં લશ્કરી બળવો કર્યો હતો. બાદમાં તેણે પોતાને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કર્યા. જૂન 2001માં જનરલ મુશર્રફે સૈન્ય પ્રમુખના પદ પરથી પોતાને રાષ્ટ્રપતિ ઘોષિત કર્યા હતા. એપ્રિલ 2002માં એક વિવાદાસ્પદ જનમતથી મુશર્રફ વધારે પાંચ વર્ષ માટે રાષ્ટ્રપતિ બની ગયા. ઑક્ટોબર-નવેમ્બર 2007માં મુશર્રફ ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા હતા.

પરવેઝ મુશર્રફે લશ્કરી બળવો ક્યારે કર્યો?

12 ઓક્ટોબર, 1999ના રોજ પાકિસ્તાનમાં લશ્કરી બળવો થયો હતો. આ રક્તવિહીન ક્રાંતિમાં શ્રીલંકાથી આવતા મુશર્રફના વિમાનને હાઈજેક કરવાનો અને આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યા બાદ નવાઝની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને પરિવારના 40 સભ્યો સાથે સાઉદી અરેબિયા મોકલવામાં આવ્યો હતો. નવાઝ શરીફે 1997ની સામાન્ય ચૂંટણીમાં જીત મેળવી અને વડાપ્રધાન પદ સંભાળ્યું. નવાઝ શરીફે જનરલ પરવેઝ મુશર્રફને આર્મી ચીફ તરીકે નિયુક્ત કર્યા હતા.

મુશર્રફે નવાઝ શરીફને સત્તા પરથી હટાવી કમાન સંભાળી

જનરલ પરવેઝ મુશર્રફ શ્રીલંકામાં હતા, જ્યારે નવાઝ શરીફે શંકાના આધારે આર્મી ચીફના પદ પરથી હટાવ્યા હતા. શરીફે મુશર્રફના સ્થાને જનરલ અઝીઝને આર્મી ચીફ તરીકે નિયુક્ત કર્યા. નવાઝે અહીં ભૂલ કરી અને એ સમજી શક્યા નહીં કે જનરલ અઝીઝ પણ પરવેઝ મુશર્રફના વફાદાર હતા. છેવટે, શરીફને જે લશ્કરી બળવો થવાની આશંકા હતી તે થયો.

નવાઝ સહિત તેના મંત્રીઓની ધરપકડ કરી જેલમાં ધકેલ્યાં

જનરલ પરવેઝ મુશર્રફે શ્રીલંકાથી પાછા ફરતાની સાથે જ નવાઝ શરીફની સરકારને ઉથલાવી દીધી હતી. આટલું જ નહીં, નવાઝ શરીફ અને તેમના મંત્રીઓની ધરપકડ કરીને તેમને જેલમાં ધકેલી દીધા હતા અને પોતાને લશ્કરી શાસક જાહેર કર્યા હતા. આ પછી મુશર્રફે પોતાને રાષ્ટ્રપતિ પણ જાહેર કર્યા હતા. 2000માં અમેરિકા અને સાઉદી અરેબિયાના હસ્તક્ષેપ બાદ નવાઝને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

Back to top button