આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકાએ રદ કર્યા શેખ હસીનાના વિઝા, બ્રિટનમાં પણ આશ્રય અનિશ્ચિત

Text To Speech

બાંગ્લાદેશ – 6 ઓગસ્ટ : બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે શેખ હસીનાનું વિમાન ગાઝિયાબાદના હિંડોન એરબેઝ પર લેન્ડ થયું હતું. અત્યારે હસીના ત્યાં એક ખાસ ગેસ્ટ હાઉસમાં રોકાયેલા છે. પહેલા યોજના એવી હતી કે શેખ હસીના થોડા સમય માટે ભારતમાં રોકાશે અને ત્યારબાદ લંડન જવા રવાના થશે, પરંતુ હવે તેમના પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, તે હવે આશ્રય લેવા લંડન જશે. તે અંગે કાર્યવાહી પણ થઈ રહી છે. તેઓ લંડન જવા માટે બ્રિટિશ અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. આ માટે ઔપચારિક શરણ અનુરોધ પર કાર્યવાહી થઈ રહી છે. જો કે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. બીજી તરફ અમેરિકાએ પણ તેમના માટે પોતાના દરવાજા બંધ કરી દીધા છે. યુએસએ શેખ હસીનાના અમેરિકાના વિઝા કેન્સલ કરી દીધા છે, એટલે કે તેઓ અત્યારે અમેરિકા પણ જઈ શકે તેમ નથી.

બ્રિટિશ ગૃહ વિભાગના જણાવ્યા અનુસાર, આશ્રય મેળવવા માટે, શેખ હસીનાએ પહેલા તે દેશમાં આશ્રયનો દાવો કરવો જોઈએ જ્યાં તે પ્રથમ પહોંચે છે. બ્રિટનનું માનવું છે કે સુરક્ષાનો આ સૌથી ઝડપી માર્ગ છે. આ કારણોસર હસાનીની યુકેમાં આશ્રયની વિનંતી હજુ પેન્ડિંગ છે. પરંતુ શેખ હસીનાની બહેન શેખ રેહાના અને ભત્રીજી ટ્યૂલિપ સિદ્દીક, જેઓ બ્રિટિશ નાગરિક છે, તેમની આશ્રય વિનંતી માટે સૌથી મજબૂત મુદ્દા છે.

અમેરિકા સાથેના સંબંધો બગડ્યા છે

અમેરિકાએ શેખ હસનીના વિઝા રદ કર્યા, જેનો અર્થ છે કે તે હવે યુએસ પ્રવાસ કરી શકશે નહીં. એવું માનવામાં આવે છે કે તેમના કાર્યકાળ દરમિયાન બાંગ્લાદેશ અને અમેરિકા વચ્ચેના સંબંધો સારા નહોતા, જેના કારણે તેઓ હવે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હસીનાએ અમેરિકાને બેઝ બનાવવા માટે આઈલેન્ડ આપવાનો પણ ઈન્કાર કરી દીધો હતો.

બ્રિટન જવામાં કેમ મુશ્કેલી પડી રહી છે?

શેખ હસીનાએ બ્રિટનમાં આશ્રય મેળવવા વિનંતી કરી છે. જો કે, બ્રિટનના ગૃહ વિભાગનું કહેવું છે કે હસીનાએ તે દેશમાં આશ્રયનો દાવો કરવો જોઈએ જ્યાં તે સૌથી પહેલા પહોંચ્યા, આ સૌથી સુરક્ષિત અને ઝડપી રસ્તો છે.

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં ફસાયા હતા 190 ભારતીય ટ્રક ડ્રાઈવર, કૂચ બિહાર માર્ગ પરથી ભારતમાં એન્ટ્રી

Back to top button