પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની મુશ્કેલી વધી, પોલીસ ધરપકડ કરવા પહોંચી
આ સમયે પાકિસ્તાનમાં ભારે હલચલ જોવા મળી રહી છે. તોશાખાના કેસમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર ધરપકડની તલવાર લટકી રહી છે. ઈસ્લામાબાદ પોલીસ બિનજામીનપાત્ર વોરંટ સાથે ઝમાન પાર્ક સ્થિત તેના ઘરે પહોંચી હતી. ઈમરાનના સમર્થકો તેના નિવાસસ્થાનની બહાર એકઠા થયા હતા અને પોલીસ સાથે તેની ઝપાઝપી થઈ હતી.
ઈસ્લામાબાદ પોલીસ ઈમરાનખાનના ઘરે પહોંચી
તોશાખા કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી છે. આજે ઈસ્લામાં બાદ પોલીસ તેની ધરપકડ કરવા માટે લાહોર સ્થિત તેના નિવાસસ્થાને પહોંચી ગઈ છે. થોડા દિવસ પહેલા જ સેશન્સ કોર્ટે તોશાખાના કેસમાં ઈમરાન ખાન વિરુદ્ધ બિનજામીનપાત્ર ઘરપકડ વોરંટ જારી કર્યું હતું. કારણ કે તે અનેક વાર કોર્ટમાં હાજર રહ્યો ન હતો.
Islamabad Police arrived at former PM Imran Khan's Zaman Park residence. Lahore* to arrest him in the Toshakhana case, today: Pak media
— ANI (@ANI) March 5, 2023
તોશાખા કેસની સુનાવણીમાં હાજર નહોતા રહ્યા
ઈમરાન ખાન પર તોશાખા નામની સરકારી ડિપોઝિટરીમાંથી મળેલી ભેટોને ગેરકાયદેસર વેચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેઓ ગયા અઠવાડિયે આ મામલાની સુનાવણી માટે કોર્ટમાં હાજર થવાના હતા પરંતુ હાજર થયા ન હતા. ઈમરાન ખાન 28 ફેબ્રુઆરીએ ચાર અલગ-અલગ કેસમાં હાજર થવાના હતા. જેથી બાકીના સ્થળે તેઓ સમય સર પહોંચી ગયા પરંતું તોશાખા કેસની સુનાવણીમાં પહોંચી શક્યા નહતા.
આ પણ વાંચો : હોળી પર દ્વારકા જવાનો પ્લાન હોય તો પહેલા આ વાંચી લેજો, દર્શનનો સમય બદલાયો