અમેરિકા સ્થિત રિસર્ચ કંપની હિંડનબર્ગ રિસર્ચે Adani ગ્રૂપની કંપનીઓ પર ગંભીર આરોપો લગાવતા કંપનીને ભારે નુકશાન થઈ રહ્યું છે. અદાનીની મુશ્કેલીઓ અટકવાનું નામ લઈ રહી નથી.તેને એક બાદ એક ફટકો પડતો જઈ રહ્યો છે.
અદાણી ગ્રુપને વધુ એક ફટકો
હિંડનબર્ગનો રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અને કંપનીને એક બાદ એક મોટૂં નુકશાન થઈ રહ્યું છે. ત્યરે હવે અદાણીની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. બ્રિટનના ભૂતપૂર્વ PM બોરિસ જોન્સનના નાના ભાઈ લોર્ડ જો જોન્સને અદાણી ગ્રુપની કંપની છોડી દીધુ હોવાનું સામે આવ્યું છે. જાણકારી મુજબ લોર્ડ જો જોન્સને અદાણી એન્ટરપ્રાઈઝ સાથે સંબંધિત યુકેની રોકાણ કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે રાજીનામું આપ્યું છે.
લોર્ડ જોન્સનને આપ્યું રાજીનામુ
અદાણી એન્ટરપ્રાઇઝે મંગળવારે જ તેની રૂ. 20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફરિંગ (FPO) પાછી ખેંચવાની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા મુજબ લોર્ડ જોન્સન (51)ની ગયા વર્ષે જૂનમાં લંડન સ્થિત એલારા કેપિટલના ડિરેક્ટર તરીકે નિયુક્તી કરવામાં આવી હતી. અને તેમણે ગયા બુધવારે આ પદ પરથી રાજીનામું આપી દીધુ હતું.અને તે જ દિવસે અદાણી જૂથે એફપીઓ પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો.
Is it true that the son of a former UK PM who resigned a few months back is working in Ahmedabad with the beleaguered group?
— Pawan Khera ???????? (@Pawankhera) February 2, 2023
હિંડનબર્ગ રિપોર્ટ મુદ્દે વિપક્ષે સરકારે ઘેરી
ઉલ્લેખનીય છે કે હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટસે ભારતના બિઝનેસ કોરિડોરનું વાતાવરણ બદલી નાખ્યું છે. ગૌતમ અદાણીની સંપત્તિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હવે તે વિશ્વના અમીરોની યાદીમાંથી પણ પાછળ ધકેલાઈ રહ્યા છે. અદાણી કંપની પર આરોપ લાગતા અદાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સબંધોને લઈને લોકો સતત નરેન્દ્ર મોદી પર નિશાન સાધીને પ્રહાર કરતા જોવા મળી રહ્યા છે થોડા સમય પહેલા અદાણી જૂથનો વિકાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સંબંધના કારણે થયો છે એ વાતો વહેતી થઈ હતી જો કે આ વાતની સ્પષ્ટતા ગૌતમ અદાણીએ કરી હતી અને આ વાતને પાયાવિહોણી ગણાવી હતી પરંતુ અત્યારે જ્યારે કંપની પર ગંભીર આરોપો લાગ્યા છે. ત્યારે લોકો વડાપ્રધાન પર નિશાન સાંધતા જોવા મળી રહ્યા છે. અને ગૌતમ અદાની અને વડાપ્રધાનના સાથેના જૂના ફોટો સાથે કેટલાક મિ્મસ પણ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે અદાણી ગ્રૂપ પરના હિંડનબર્ગ રિપોર્ટ પર વિપક્ષ પણ સરકારને ઘેરી રહ્યો છે. કોંગ્રેસે કહ્યું કે બોરિસ જોન્સનના પુત્રના અદાણી સાથે સંબંધો છે. સુપ્રિયા શ્રીનાતે ટ્વિટ કર્યુંને લખ્યું કે PM ક્યાં છે? સંસદમાંથી કેમ ભાગી રહ્યા છો?
આ પણ વાંચો : અમૂલ દૂધમાં ધરખમ ભાવ વધારો થયો, ગૃહિણીના બજેટ પર માર પડ્યો