સ્પોર્ટસ

જૂતા વેચતા પાકિસ્તાની અમ્પાયર અસદ રઉફનું અવસાન, ભારતે લગાવ્યો હતો પ્રતિબંધ

Text To Speech

પાકિસ્તાનના સર્વશ્રેષ્ઠ અમ્પાયરો પૈકીના એક અસદ રઉફનું બુધવારે લાહોરમાં અવસાન થયું હતું. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની એલિટ પેનલમાં સામેલ અસદ રઉફ 66 વર્ષના હતા. અસદ રઉફનું હાર્ટ એટેકથી નિધન થયું છે. અસદ રઉફે તેની 13 વર્ષની કારકિર્દીમાં 49 ટેસ્ટ, 98 વનડે અને 23 ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં અફ્યુરેશન કર્યું છે. તેના પર 2013ની IPL સિઝનમાં સ્પોટ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ 2016માં BCCI દ્વારા અસદ રઉફ પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

અસદ દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો

પ્રતિબંધ બાદ અસદ રઉફનું જીવન ઘણું બદલાઈ ગયું હતું. તે લાહોરના માર્કેટમાં જૂતા-કપડાની દુકાન ચલાવતો હતો. અસદના મૃત્યુની જાણકારી તેના ભાઈ તાહિર રઉફે આપી હતી. તાહિરે જણાવ્યું કે અસદ બુધવારે દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે તેને છાતીમાં દુખાવો થયો. જે બાદ તેમનું મૃત્યુ થયું હતું.

મોડલે ગંભીર આરોપ લગાવ્યા હતા

રઉફે 2012માં મુંબઈ સ્થિત એક મોડલ દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપો માટે પણ હેડલાઈન્સ બનાવી હતી. મોડેલે દાવો કર્યો હતો કે પાકિસ્તાની અમ્પાયર સાથે તેણીનું અફેર હતું કારણ કે તેણે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. પરંતુ પાછળથી રઉફે વચન નિભાવ્યું નહોતું

BCCI પર પ્રતિબંધ

અસદ રઉફની કારકિર્દી 2013માં પ્રભાવિત થઈ હતી. પાકિસ્તાની ખેલાડીઓ પર આઈપીએલમાં રમવા પર પ્રતિબંધ હતો. પરંતુ અસદ અમ્પાયરિંગ કરતો રહ્યો. 2013માં અસદ પર આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગનો કેસ નોંધાયો હતો. આ પછી અસદને અધવચ્ચે જ IPL છોડવી પડી હતી. ઉપરાંત તે જ વર્ષે તેને ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી દૂર કરવામાં આવ્યો હતો અને તેને ICCની આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગ પેનલમાંથી પણ બહાર કરવામાં આવ્યો હતો.

આ તમામ બાબતોના કારણે અસદે અમ્પાયરિંગમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. ત્યારબાદ 2016માં BCCI દ્વારા અસદ રઉફ પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ શિસ્ત સમિતિએ તેમને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવા બદલ દોષી ઠેરવ્યા હતા. રઉફે બુકીઓ પાસેથી કિંમતી ભેટો સ્વીકારી હતી અને તે 2013 IPL દરમિયાન મેચ ફિક્સિંગ કૌભાંડમાં પણ સામેલ હતો.

Back to top button