ટોપ ન્યૂઝવર્લ્ડ

પયગંબર પર કરેલી ટિપ્પણી મામલે પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાને સરકારને કહ્યું – ભારત સાથે સંબંધો તોડો

Text To Speech

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ભાજપના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નુપુર શર્માએ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પણ વિવાદમાં કૂદી પડ્યા છે. ટીપ્પણીની નિંદા કરતા ઈમરાન ખાને પાકિસ્તાન સરકારને ભારત સાથેના સંબંધો તોડવા ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવા અને કઠોર અભિગમ અપનાવવા કહ્યું છે.

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાન ખાને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, પાકિસ્તાન સરકારે આરબ દેશોને અનુસરીને નરેન્દ્ર મોદી સરકાર સામે કડક વલણ અપનાવવું જોઈએ. તેમણે કહ્યું, ‘સરકારે ભારત સાથે સંબંધો તોડવા જોઈએ. ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવો જોઈએ.

પીએમ શાહબાઝ શરીફે આ ટિપ્પણીની નિંદા કરી હતી
સોમવારે ઇમરાન ખાને પ્રોફેટ મોહમ્મદ પર ભાજપના પ્રવક્તા દ્વારા દ્વેષપૂર્ણ હુમલાની સખત નિંદા કરી અને મોદી સરકાર પર આરોપ મૂક્યો કે, ‘ભારતમાં મુસ્લિમો પ્રત્યે ઇરાદાપૂર્વક ઉશ્કેરણી અને નફરતની નીતિને અનુસરે છે, જેમાં તેમની વિરુદ્ધ હિંસા ભડકાવવાનો સમાવેશ થાય છે’. વડાપ્રધાન શાહબાઝ શરીફે રવિવારે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ દુઃખદાયક ટિપ્પણીની નિંદા કરી હતી.

કલમ 370 નાબૂદ થયા પછી આ અણબનાવ વધુ ઊંડો બન્યો છે
5 ઓગસ્ટ, 2019ના રોજ ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જાને રદ કરવા માટે બંધારણની કલમ 370ની જોગવાઈઓને રદ કર્યા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તિરાડ વધુ ઊંડી બની હતી. ભારતના નિર્ણયને પાકિસ્તાન તરફથી જોરદાર પ્રતિક્રિયા મળી હતી, જેણે રાજદ્વારી સંબંધોનું સ્તર ઘટાડ્યું હતું અને ભારતીય રાજદૂતને હાંકી કાઢ્યો હતો.

Back to top button