પેપર લીક મામલે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે લખ્યો ભગવાન શ્રી રામને પત્ર
જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડને લઈને હવે માહોલ ગરમાયો છે. પેપરલીક મામલે એક એક બાદ એક નેતાઓ સરકારનું ધ્યાન દોરવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. ત્યારે હવે આ મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે આ મામલે ભગવાન શ્રી રામને પત્ર લખ્યો છે.
પેપર લીક મામલે ભગવાન શ્રી રામને પત્ર
જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે હવે રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મામલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષોએ સરકાર પર આકરા પ્રહારો કરતા જોવા મળી રહ્યા છે. વિરોધી પક્ષ સરકારને હવે આ બાબતે ધ્યાન દોરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે આ મામલે ભગવાન શ્રી રામને પત્ર લખ્યો હોવાનું સામે આવ્યું છે. આ પત્રમાં પ્રતાપ દુધાતે લખ્યું છે કે ” ગુજરાતમાં ઘણા વર્ષોથી આપના નામ પર ચુંટાતી સરકાર શાસનમાં છે. હવે ભગવાન શ્રીરામ તમે જ એક જ અમારા યુવાનોને બચાવી શકો છો.”
જાણો પ્રતાપ દુધાતે પત્રમાં શું લખ્યું
પ્રતાપ દુધાતે પત્રમાં લખ્યું છે કે “આજે પ્રભુ આપને પત્ર પાઠવવાની જરૂરિયાત એટલા માટે ઊભી થઈ છે કે ગુજરાત માં ઘણા વર્ષોથી આપના નામ પર ચુંટાતી સરકાર સાશનમાં છે. ત્યારે ગુજરાત માં લાખો બે રોજગાર યુવાનો છે. રે બેરોજગાર યુવાનો જ્યારે જયારે પરિક્ષા માં પેપર આપવા જાય છે.એક એક પેપર નવ નવ વખત લીક થાય છે ” આ સાથે તેમને છેલ્લા કેટલાક વર્ષથી લીક થયેલ પરિક્ષાના નામ જણાવ્યા છે. અને લખ્યું છે કે ” લોકશાહીમાં સતાધારી લોકો તમારા નામ પર મદમસ્ત બની લોકોને ન્યાય આપવામાં નિષ્ફળ ગયા છે. ભગવાન શ્રીરામ હવે તમે જ એક જ છો જે અમારા યુવાનોને બચાવી શકો છો, ત્યારે આપના મારફત સરકારનું ધ્યાન દોરવામાં આવે તેવી મારી વિનંતિ છે”
આડકતરી રીતે સરકાર પર પ્રહાર
પ્રતાપ દુધાતે ભગવાન શ્રી રામને પત્ર લખી સરકાર પર આડકતરી રીતે સરકાર પર પ્રહાર કરતા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે હાલ આ પત્ર વાયુ વેગે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અને લોકો તેને લઈને અલગ અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : આજથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોને સંબોધશે