ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

એક જર્મન નાગરિક 4-4 મુદતથી વિધાનસભામાં ચૂંટાતો હતો? જાણો ગંભીર અપરાધની વિગતો

નવી દિલ્હી, તા.10 ડિસેમ્બર, 2024: ભારતીય રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) ના નેતાની જર્મન નાગરિકતાને લઈને ચાલી રહેલો વિવાદ સમાપ્ત થયો છે. તેલંગાણા હાઈકોર્ટે ચેન્નમનેની રમેશને જર્મન નાગરિક જાહેર કરીને તેમની ભારતીય નાગરિકતા રદ કરી દીધી છે. 30 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. હાઈકોર્ટનો આ ચુકાદો કોંગ્રેસ નેતા આદિ શ્રીનિવાસની ફરિયાદ પર આવ્યો છે. હાઈકોર્ટે કહ્યું હતું કે રમેશ જર્મન દૂતાવાસ પાસેથી પ્રમાણપત્ર મેળવી શક્યો ન હતો કે તે જર્મન નાગરિક નથી.

હાઈકોર્ટે શું કહ્યું?

હાઈકોર્ટે કહ્યું કે રમેશે પોતાની જર્મન નાગરિકતા છુપાવી હતી અને ચૂંટણી પંચને ખોટા દસ્તાવેજો જમા કરાવીને વિધાનસભાની ચૂંટણી લડી હતી. જેથી તેની ભારતીય નાગરિકતા રદ કરવામાં આવે છે અને તેને 30 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. તેમાંથી 25 લાખ રૂપિયા કોંગ્રેસ નેતા આદિ શ્રીનિવાસને આપવા પડશે. ઉપરાંત શ્રીનિવાસે હાઈકોર્ટના નિર્ણયને આવકાર્યો હતો અને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને રમેશ વિરુદ્ધ આકરી ટિપ્પણી કરી હતી.

કોણ છે રમેશ ચેન્નમનેની?

રમેશ ચેન્નમનેની આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના વેમુલાવાડા મત વિસ્તારમાંથી 4 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2009માં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ના સભ્ય હતા અને પક્ષની ટિકિટ પર 2009ની વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. 2010, 2014 અને 2018માં તેમણે બીઆરએસ નેતા તરીકે ચૂંટણી જીતી હતી. તેમણે એક પેટાચૂંટણી પણ જીતી હતી જેમાં તેઓ પોતાનો પક્ષ બદલીને જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. રમેશની નાગરિકતાને લઈને વિવાદ નવો નથી. વર્ષ 2013માં તેમની નાગરિકતાને લઈને વિવાદ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં પણ પહોંચ્યો હતો.

હાઈકોર્ટે તેમની ચૂંટણીને રદ કરી દીધી હતી. રમેશે આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ પછી, તેમણે 2014 અને 2018 ની વિધાનસભા ચૂંટણી લડી અને જીતી ગયા, પરંતુ વર્ષ 2023 માં પણ, જ્યારે તેમણે વિધાનસભાની ચૂંટણી જીતી ત્યારે હારેલા કોંગ્રેસ નેતા આદિ શ્રીનિવાસે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન જ રમેશની જર્મન નાગરિકતાનો ખુલાસો થયો હતો અને હાઈકોર્ટે લગભગ દોઢ – બે વર્ષ પછી આ વિવાદ પર મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો.

આ પણ વાંચોઃ Video માં જૂઓ કેજરીવાલના ‘શીશમહેલ’નો નજારો, 7 સ્ટાર હૉટલને પણ મારે છે ટક્કર

તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –  https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S

Back to top button