ગુજરાત

પૂર્વ ધારાસભ્ય અને ભાજપના અગ્રણી સ્વ. સુરેન્દ્રસિંહ રાજપૂતને અપાઈ ભાવભીની શ્રદ્ધાંજલી

Text To Speech

પૂર્વ ધારાસભ્ય અને ભાજપના અગ્રણી એવા સ્વ. સુરેન્દ્રસિંહ રાજપૂત 06/08/2022ના રોજ અવસાન પામતા તેમને ભાવભીની શ્રદ્ધાંજલી અપાઈ. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્ર ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ, તેમજ ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા સ્વ. સુરેન્દ્રસિંહ રાજપૂતના પરિવારને શોક સંદેશો પાઠવી તેમના દુઃખમાં સહભાગી બન્યા અને તેમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરવામાં આવી.

સ્વ. સુરેન્દ્રસિંહ રાજપુતનું જીવન રાજકીય પક્ષ માટે સેવામય રહ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શ્રદ્ધા સુમન માટે લખાયેલા શબ્દોમાં લોકપ્રિય અને જનતા માટે હંમેશા મદદ માટે તત્પર અને પ્રયત્નશીલતા રહેતા સ્વ. સુરેન્દ્રસિંહ રાજપુના મૃત્યુ પર દુઃખ કરતા જણાવ્યું છે કે, ભાજપ પક્ષ એક વરિષ્ઠ નેતા ગુમાવ્યા છે. તેમના આત્માને શાંતિ મળે તેવી મારી પ્રાર્થના.

સુરેન્દ્રસિંહ રાજપૂત- humdekhengenews

તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તેમજ ગાંધીનગર લોકસભા મત વિસ્તારના સાંસદ અમિત શાહ પોતાના શોખ સંદેશમાં ભાજપના વરિષ્ઠ નેતા સ્વ. સુરેન્દ્રસિંહ રાજપૂતના થયેલા અવસાનથી રાજનીતિમાં રાજપૂતની ખોટ ક્યારેય પૂરી શકાય તેમ નથી. શોક વ્યક્ત કરતા અમિત શાહે કહ્યું કે  સ્વ. સુરેન્દ્રસિંહ રાજપુતના પરિવારને મોટી ખોટ પડી છે. ભગવાન તેમને દુઃખ સહન કરવાની શક્તિ આપે.

મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે સ્વ. સુરેન્દ્રસિંહ રાજપૂતના અવસાન અંગે શોક વ્યક્ત કરતા કહ્યું કે, કરમઠ અને સમાજ સેવાના કાર્યને બિરદાવતા ભારતીય જનતા પાર્ટીનો હસ્તો ચહેરો અને રાજકીય કાર્યકરો માટે પ્રેરણા રૂપે જીવન હોવાનું જણાવ્યુ. પોતે એક સાથીદાર ગુમાવવાની વેદના વ્યક્ત કરતા કહ્યું કે, સ્વ. સુરેન્દ્રસિંહ રાજપુતની વિદાયથી સ્વજનને તો ખોટ પડી છે. પરંતુ, ભારતીય જનતા પાર્ટીને પણ પૂરી ન શકાય તેવી ખોટ પડી છે. તેમજ તેમની ગત આત્માને મુક્તિ મળે અને શાંતિ મળે તેવી પ્રાર્થના કરતો સંદેશ વ્યક્ત કર્યો.

સુરેન્દ્રસિંહ રાજપૂત- humdekhengenews

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પણ સ્વ. સુરેન્દ્રસિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે, ગુજરાતના લોકલાડીલા, પ્રજા સેવક, ધારાસભ્ય તેમજ ભાજપના વરિષ્ઠ નેતાના અવસાન પર દુઃખ વ્યક્ત કરિ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી.

સુરેન્દ્રસિંહ રાજપૂત- humdekhengenews

સ્વ. સુરેન્દ્રસિંહ રાજપુત ગ્રેજ્યુએટ થયા પછી ધારાસભ્ય ની પદવી મેળવી હતી. અમદાવાદના પોટલીયા વોર્ડમાંથી કોર્પોરેટર તરીકેની ચૂંટણીને રાજકીય કારકિર્દી શરૂ કરનાર સ્વ. સુરેન્દ્રસિંહ રાજપુત નાની ઉંમરે જ બે ટર્મ ધારાસભ્ય રહી અમદાવાદના દરિયાપુર, કાનજીપુર વિસ્તારમાંથી સતત ચૂંટાઈને આવ્યા હતા. એકવાર અમદાવાદ લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતાં. ગુજરાતમાં રાજકીય ક્ષેત્ર યુવાનેતૃત્વ ઊભું કરવા માટેનો તેમનો ફાળો બહુમૂલ્ય છે. તેઓ એક ભાજપમાં એક વરિષ્ઠ નેતા હોવા છતાં એ કાર્યકર્તાની જેમ કામ કરી બતાવ્યું હતું અને તેમના બંને પુત્રો સ્વપ્નિલસિંહ અને મિતેશસિંહ પણ સક્રિય રીતે ભાજપનું કામ તેમના પિતાના માર્ગદર્શનમાં શીખ્યા પછી “જન સેવા એ જ પ્રભુ સેવા” નો માર્ગ બનાવી રાજકારણમાં ભાજપ પક્ષમાં આગળ વધી રહ્યા છે. આવા રાજપૂત સમાજ અને ભાજપના અગ્રણી એવા સ્વ. સુરેન્દ્રસિંહ રાજપૂતનાઅવસાનને એક મહિનો પૂરો થતા પ્રભુ તેમનાં આત્માને શાંતિ અર્પે. તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી શ્રદ્ધા સુમન અર્પણ કરનારાઓની સંખ્યા બોહાણી છે.

સુરેન્દ્રસિંહ રાજપૂત- humdekhengenews

“જન સેવા એજ પ્રભુ સેવા” સંકલ્પને સત્ય કરતા એવા ભાજપના વરિષ્ઠ નેતા સ્વ. શ્રી સુરેન્દ્રસિંહજી રાજપૂત ની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે મહીલા સશક્તિકણને વેગ આપવા સાડી વિતરણ નો કાર્યક્રમ કર્યો તથા પાર્ટીના કર્મઠ કાર્યકરોનું સન્માન કરી શ્રધ્ધાંજલી અર્પિત કરવામાં આવી.

Back to top button