- પૂર્વ મંત્રી ગજેન્દ્ર સિંહ પરમારને ઝટકો
- હાઇકોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
- પૉક્સો એક્ટ હેઠળ નોંધાયો હતો ગુનો
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર પરમારને હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે ગજેન્દ્રસિંહ પરમારની આગોતરા જામીન અરજીને ફગાવી દીધી છે. ગજેન્દ્રસિંહ પરમારની સામે પૉક્સો એક્ટ હેઠળ રાજસ્થાનમાં ગુનો નોંધાયો હતો.
ગજેન્દ્રસિંહની જામીન અરજી હાઇકોર્ટ ફગાવી
પોકસો કેસમાં ગજેન્દ્ર પરમારને હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે ગજેન્દ્ર પરમારની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. આ મામલે કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, “ગુનાની ગંભીરતાને જોઇને જામીન ના આપી શકાય”.હાઇકોર્ટે ગજેન્દ્રસિંહ પરમારની આગોતરા જામીન અરજી ફગાવી દેતા હવે રાજસ્થાન પોલીસ ગમે ત્યારે ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ કરી શકે છે.
જાણો શું છે મામલો
ઉલ્લેખનીય છે કે પૂર્વ મંત્રી ગજેન્દ્ર પરમાર સામે રાજસ્થાનના સિરોહી ખાતે સગીરા સાથે છેડતીની ફરિયાદ નોંધાઈ હતી. તેમની સામે પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવા આવી છે. આ ફરિયાદ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર તથા સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ પટેલ સહિત કુલ 4 લોકો સામે ફરિયાદ નોંધવામા આવી છે. ત્યારે આ મામલે હાઈકોર્ટે હાઈકોર્ટ દ્વારા અરજી ફગાવી દેતા હવે રાજસ્થાન પોલીસ ગજેન્દ્રસિંહ પરમારની કોઈપણ સમયે ધરપકડ કરી શકે છે.
આ પણ વાંચો : ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રી સુશીલાબેન શેઠનું નિધન, 95 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા