ટોપ ન્યૂઝવર્લ્ડ

જાપાન પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેનું મોત, કોણ છે એ વ્યક્તિ જેને કર્યો હુમલો ?

Text To Speech

આજે ભારતીય સમય અનુસાર વહેલી સવારે જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે(Shinzo Abe) પર નારા શહેરમાં હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો ત્યારે તેઓ એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. તેઓ ભાષણ આપી રહ્યા હતા તે દરમિયાન જ તેમના પર ગોળી ચલાવી હતી. પોલીસે એક શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ કરી છે. એવું જાણવા મળ્યું છે કે હુમલાખોરે શિન્ઝો આબે પર પાછળથી હુમલો કર્યો હતો.

હુમલાખોર સેલ્ફ ડિફેન્સ ફોર્સનો સભ્ય

શિન્ઝો આબે પર ફાયરિંગ કરનારને પોલીસે સ્થળ પરથી એક બંદૂક સાથે પકડી પાડ્યો છે. એવું માનવામાં આવે છે કે આ બંદુક ફાયરીંગ કરનાર શખ્સની જ છેતે શૂટરનો છે. શંકાસ્પદ હુમલાખોરની ઉંમર 41 વર્ષ હોવાનું કહેવાય છે. તેનું નામ યામાગામી તેત્સુયા છે. હાલમાં તેની સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હુમલાખોર સેલ્ફ ડિફેન્સ ફોર્સનો સભ્ય હતો. જો કે તેણે આ હુમલો કેમ કર્યો તે અંગે પોલીસે પૂછપરછ હાથ ધરી છે. પરંતુ જે પ્રકારે હુમલોની આ ઘટના બની છે તેને લઇને આખી દુનિયા જાણે સ્તબ્ધ થઇ ગઈ છે.

prime-minister-shinzo-abe shooter

આ ઉપરાંત એક રિપોર્ટ અનુસાર, આ હુમલો પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેનું ભાષણ શરૂ થયાના થોડા સમય બાદ જ થયો હતો. એવા પણ અહેવાલ છે કે હુમલાખોર ગોળીબાર કર્યા પછી ભાગ્યો ન હતો અને ત્યાં જ ઊભો રહ્યો હતો. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં શંકાસ્પદ હુમલાખોર ઘાત લગાવીને હુમલો કરવા માટે ઉભો રહેલો નજરે પડી રહ્યો છે.

શરીરનાં અંગો કામ કરતા બંધ થયા

જાપાનના મીડિયા મુજબ, આબેના હાર્ટે કામ કરવાનું બંધ કરી દીધું છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. બાકીનાં અંગો પણ કામ કરી રહ્યાં નથી. તેની હાલત અત્યંત નાજુક છે. તેમને બચાવવું મુશ્કેલ છે. તો આ તરફ એક ન્યૂઝ એજન્સી તેમના મોતની આશંકા વ્યક્ત કરી છે.

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

આ સાથે જ આબે પર હુમલા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું, “મારા પ્રિય મિત્ર શિન્ઝો આબે પર થયેલા હુમલાથી દુઃખી છું. અમારી પ્રાર્થના તેમની, તેમના પરિવાર અને જાપાનના લોકો સાથે છે.”

Back to top button